ભારતનો રહેવાસી હવે વિદેશી ચલણમાં એફડી, ઈન્સ્યોરન્સ જેવી વિવિધ સુવિધાઓનો લાભ ઘરેબેઠા લઈ શકશે
Indian Residents Can Open Foreign Currency Account In Gift IFSC: ભારતમાં વસતાં લોકો હવે લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ ફોરેન કરન્સી એકાઉન્ટ્સ (એફસીએ) ખોલાવી શકશે જેની મદદથી તેઓ વિદેશમાં રહેતાં મિત્રો-પરિજનોને ભેટ-સોગાદો આપી શકશે, વિદેશમાં સંપત્તિ- ઈન્સ્યોરન્સની ખરીદી, ફિક્સ્ડ ડિપોઝિટ, એજ્યુકેશન લોન ચૂકવણી તેમજ વિદેશ પ્રવાસ માટે ફંડ જેવી સુવિધાઓનો લાભ મેળવી શકશે. રિઝર્વ બેન્કે હાલમાં જ એલઆરએસ અંતર્ગત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર્સ ખાતે ભારતીયો દ્વારા ફોરેન કરન્સી એકાઉન્ટ ખોલવા માટે નિયમો સરળ બનાવ્યા છે.
આજની સૂચના પહેલા આવા ખાતાધારકોને માત્ર IFSCમાં વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા અને IFSCમાં વિદેશી યુનિવર્સિટીઓ અથવા વિદેશી સંસ્થાઓને શિક્ષણ માટેની ફીની ચુકવણી માટે જ મંજૂરી આપવામાં આવી હતી. આરબીઆઈના આ સરળીકરણથી ભારતમાં વસતા લોકો ગિફ્ટ સિટીમાં ડોલર જેવા વિદેશી ચલણમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી એફડી શરૂ કરી શકે છે.
સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી ડાઉન, મિડકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે, જાણો શેર્સની સ્થિતિ
અન્ય ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર્સ સાથે ગિફ્ટ આઈએફએસસીએ જોડાણ કરી ભારતીય રોકાણકારોને વિદેશમાં રોકાણો અને ખર્ચાઓ કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરશે. ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યુ હતું કે, વિદેશી ચલણમાં એજ્યુકેશન લોનની ચૂકવણી, ઈન્સ્યોરન્સ જેવા ટ્રાન્જેક્શન થઈ શકશે. આરબીઆઈએ ગિફ્ટ આઈએફએસસીની ક્ષમતા અને આકર્ષકતામાં વધારો કર્યો છે. આ સુવિધાથી આઈએફએસસીમાંથી ભારતમાં વસતા લોકો મોટાપાયે નાણાકીય સેવાઓ અને પ્રોડક્ટ્સનો લાભ લઈ શકશે. વિદેશી ચલણમાં ઈન્સ્યોરન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરી શકશે. ગિફ્ટ આઈએફએસસીમાં સ્થિત ભારતીયોને આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણની તકો પ્રદાન કરતી આઈએફએસસી બેન્કો અને ઈન્સ્યોરન્સ કંપનીઓને લાભ મળશે.
LRS હેઠળ અનુમતિપાત્ર હેતુઓમાં વિદેશમાં સ્થાવર મિલકતની ખરીદી, વિદેશી પોર્ટફોલિયો રોકાણ, વિદેશ પ્રવાસ, ભેટ/દાન, વિદેશમાં સંબંધીઓની જાળવણી, વિદેશમાં શિક્ષણ અને તબીબી સારવાર માટે વિદેશમાં ખર્ચવામાં આવેલા નાણાંનો સમાવિષ્ટ છે.