HDFC બેંકમાં ભાગીદારી વધી રહી છે LIC, રિઝર્વ બેંકે આપી દીધી મંજૂરી

LIC હવે HDFC બેંકમાં 9.99 ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે

હાલમાં LIC HDFC બેંકમાં 5.19 ટકા હિસ્સેદારી ધરાવે છે

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
HDFC બેંકમાં ભાગીદારી વધી રહી છે LIC, રિઝર્વ બેંકે આપી દીધી મંજૂરી 1 - image

Image Twitter 

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. LIC હવે HDFC બેંકમાં 9.99 ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા કંપનીને તેનો હિસ્સો વધારવાની મંજૂરી આપી દીધી છે. એલઆઈસી દ્વારા આ મામલે થોડા સમય પહેલા આરબીઆઈ (RBI)ને અરજી કરી હતી. હાલમાં LIC HDFC બેંકમાં 5.19 ટકા હિસ્સેદારી ધરાવે છે.

HDFC એ શેર માર્કેટમાં આપેલી માહિતી પ્રમાણે આરબીઆઈએ એલઆઈસીને HDFC બેંકમાં એક વર્ષમાં આ હિસ્સો વધારવા માટે સલાહ આપી છે. આ સાથે આરબીઆઈએ એલઆઈસી બેંકમાં 9.99 ટકાથી વધારે ભાગીદારી વધારો કરવાનો આદેશ આપ્યો છે. 

આરબીઆઈ દ્વારા મંજૂરી લેવી જરુરી 

ભારતીય બેંકના નિયમો પ્રમાણે કોઈ પણ બેંકમાં 5 ટકાથી વધારે હિસ્સેદારી કરવા ઈચ્છતા હોય તેમને રિઝર્વ બેંકની મંજુરી લેવી જરુરી છે. તેમજ 5 ટકાથી ઓછો હિસ્સો ખરીદવા માટે કોઈ પરવાનગીની જરૂર રહેતી નથી. 

HDFC બેંકના શેરોમાં થયો મોટો ઘટાડો

HDFC બેંકના નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરના પરિણાણો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા. આ ક્વાર્ટરમાં બેંકનો નફો 33.5 ટકા વધીને 16,372 કરોડ રુપિયા સુધી પહોંચી ગયો છે. તો ગત નાણાકીય વર્ષમાં બેંકનો નફો 12,259 કરોડ રુપિયા રહ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષમાં બેંકની કુલ આવક 51,208 કરોડથી વધીને 81,720 કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે. ગત ગુરુવારે બેંકના શેરોમાં 1.04 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1440.70 રુપિયા પર બંધ થયો હતો. 

RBILICHDFC

Google NewsGoogle News