Paytm પર RBIની મોટી કાર્યવાહી, પેમેન્ટ બેંક પર નવા કસ્ટમરને જોડવા પર પ્રતિબંધ લગાવ્યો
Paytm Payment Bank : ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી દિગ્ગજ કંપની Paytmને ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે હવે PPBLની સાથે કોઈ નવા ગ્રાહક નહીં જોડાઈ શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવી રહ્યો છે.
ડિપોઝિટ-ટોપઅપ સ્વીકારવામાં નહીં આવે
Paytm Payment Bankમાં નવા કસ્ટમર જોવા પર પ્રતિબંધ લગાવવાની સાથે, RBIએ અન્ય એક આદેશ જાહેર કર્યો છે કે Paytm Payment Bankને 29 ફેબ્રુઆરી 2024 બાદ કોઈ પણ ગ્રાહક એકાઉન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકાર નહીં કરવામાં આવે.
બેંકના ગ્રાહકો દ્વારા સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ સહિત પોતાના એકાઉન્ટ્સથી વધેલી રકમના ઉપાડ કે ઉપયોગની મંજૂરી વગર કોઈ પ્રતિબંધ વગર આપવામાં આવશે. એટલે RBI દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગ સહિત અન્યમાં પહેલાથી ડિપોઝિટ રકમને ઉપાડવા કે પછી તેના ઉપયોગ વગર રોક-ટોક કરી શકાશે. RBIએ Paytm Payment Bank વિરૂદ્ધ આ એક્શન બેન્કિંગ રેગુલેશન એક્ટ-1949ના સેક્શન 35A હેઠળ લીધો છે.
RBIએ શા માટે લીધા પેટીએમ પર એક્શન?
રિઝર્વ બેંક તરફથી Paytm Payment Bank પર લેવાયેલા આ એક્શનના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે, એક ઓડિટ રિપોર્ટ અને બહારના ઓડિટર્સના રિપોર્ટ બાદ પેટીએમની બેન્કિંગ સર્વિસમાં ગેર પાલન અને મટિરિયલ સુપરવાઈઝરી ચિંતાઓ ઉજાગર થઈ છે. આ બધા વચ્ચે આ નિર્ણય લેવાયો છે અને આદેશ હેઠળ નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધની સાથે આગામી 29 ફેબ્રુઆરી 2024 બાદથી હાલના ગ્રાહકોના એકાઉન્ટ્સમાં પણ ટ્રાન્જેક્શન પર રોક લગાવી દેવાઈ છે.
Paytmના શેર પર જોવા મળી શકે છે અસર
રિઝર્વ બેંકના આ નિર્ણયની અસર ગુરુવારે પેટીએમના શેરો પર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગત દિવોસમાં કંપનીના શેરોમાં 20 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળનું કારણ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા નાના પોસ્ટપેડ લોન ઓછી કરવાના પ્લાનને બતાવાઈ રહ્યું છે.