Get The App

Ratan Tata: પાંચ એવા નિર્ણય જેના કારણે રતન ટાટાએ દેશ-દુનિયામાં બનાવ્યો દબદબો, 21 વર્ષ કર્યું ટાટા ગ્રૂપનું નેતૃત્વ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
Ratan Tata: પાંચ એવા નિર્ણય જેના કારણે રતન ટાટાએ દેશ-દુનિયામાં બનાવ્યો દબદબો, 21 વર્ષ કર્યું ટાટા ગ્રૂપનું નેતૃત્વ 1 - image


Image Source : Twitter

Ratan Tata Death: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થઈ ગયું છે. તેમણે 1991થી લઈને 2012 સુધી એમ સતત 21 વર્ષ સુધી ટાટા ગ્રૂપનું નેતૃત્વ કર્યું અને  અનેક એવા નિર્ણયો લીધા જેનાથી આ ગ્રૂપને વિશ્વભરમાં અલગ ઓળખ અપાવી. તો ચાલો જાણીએ તેમના આ નિર્ણયો વિશે.

રતન ટાટાના સમયમાં લક્ઝરી કાર કંપની જગુઆર લેન્ડ રોવર(JLR)ને ટાટા ગ્રૂપ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. તેને 2008માં ટાટા મોટર્સ દ્વારા ફોર્ડ મોટર‌ પાસેથી 2.3 બિલિયન ડૉલરમાં હસ્તગત કરવામાં આવી હતી. જો કે આ નિર્ણયને ફોર્ડ મોટર સામે રતન ટાટાનો બદલો માનવામાં આવે છે, કારણ કે 1999માં ફોર્ડ મોટરે ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટને ખરીદવાની ના પાડી હતી. આ દરમિયાન ફોર્ડના એક અધિકારીએ રતન ટાટાને કહ્યું કે, જ્યારે તમને કાર બિઝનેસની કોઈ જાણકારી નહોતી તો તમે આ સેગમેન્ટમાં એન્ટ્રી કેમ કરી?

દેશમાં સામાન્ય લોકો સુધી કાર પહોંચાડવા માટે રતન ટાટાએ માત્ર એક લાખ રૂપિયાની કિંમતમાં નૈનો કાર 2008માં લોન્ચ કરી હતી. જો કે આ કાર એટલી સફળ ન થઈ અને 2012માં તેની મોટાભાગની 74,527 યુનિટનું વેચાણ થઈ ગયું. જો કે બાદમાં ઓછા વેચાણના કારણે તેનું ઉત્પાદન 2018માં બંધ કરી દેવામાં આવ્યું હતું. 

રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે કન્ઝ્યુમર ટેલિકોમમાં પ્રવેશ કર્યો. તેમની કંપની ટાટા ટેલિસર્વિસિસ અને જાપાનીઝ કંપની એનટીટી ડોકોમોએ મળીને નવેમ્બર 2008માં ટાટા ડોકોમો લોન્ચ કર્યું. ટાટા ડોકોમો પોતાના ઓછા ટેરિફને કારણે ભારતીય બજારમાં ઝડપથી લોકપ્રિય બની હતી. જો કે, એનટીટી ડોકોમો સતત નુકસાનને કારણે આ સંયુક્ત ઉપક્રમમાંથી બહાર નીકળી ગયું છે. ત્યારબાદ 2017માં કંપનીએ તેની કામગીરી બંધ કરી દીધી અને બિઝનેસ ભારતી એરટેલ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો.

 રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રૂપે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા 2007માં રક્ષા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. આ રક્ષા ક્ષેત્રમાં પ્રવેશ કરનારી શરુઆતની ખાનગી કંપનીઓમાંથી એક હતી.‌

રતન ટાટાના માર્ગદર્શનમાં ટાટા ગ્રૂપ દ્વારા 2022માં એર ઇન્ડિયાને હસ્તગત કરવામાં આવી હતી. તેને 18,000 કરોડ રૂપિયામાં હસ્તગત કરવામાં આવી હતી.


Google NewsGoogle News