રેલવેનો સૌથી મોટો નિર્ણય, 10 પાસને પણ મળશે નોકરી, 4200 જગ્યાઓ પર ભરતી જાહેર
Railway RRC Recruitment 2025: રેલ્વેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટી તક આવી છે. રેલ્વે ભરતી બોર્ડ (RRC) એ 4000 થી વધુ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની જાહેરાત બહાર પાડ્યા બાદ 28મી ડિસેમ્બરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અને અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2025 છે. આ સમય મર્યાદામાં ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ onlineregister.org.in પર જઈને અરજી કરી શકે છે.
RRCમાં ખાલી જગ્યાની વિગતો
આ રેલવે ખાલી જગ્યાઓ દક્ષિણ મધ્ય રેલવે (SCR) દ્વારા બહાર પાડવામાં આવી છે. એર કન્ડીશનીંગ, કારપેન્ટર, ડીઝલ મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક મિકેનિક, ઈલેક્ટ્રિશિયન, ફિટર, પેઈન્ટર, વેલ્ડર સહિત અન્ય ટ્રેડ માટે જગ્યાઓ ખાલી છે.
રેલવે ભરતી નોટિફેકેશન માટે અહીં ક્લિક કરો
રેલ્વે એપ્રેન્ટીસ પાત્રતા: લાયકાત
રેલવે ટ્રેડ એપ્રેન્ટિસની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું આવશ્યક છે. આ ઉપરાંત સંબંધિત વિષયમાં ITI પ્રમાણપત્ર હોવું પણ જરૂરી છે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પરથી મેળવીને અરજી કરવી.
વય મર્યાદા
ઉંમર મર્યાદા- RRC રેલવે ટ્રેડ એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 15 વર્ષ હોવી જોઈએ. મહત્તમ વય 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, આરક્ષિત કેટેગરીઓને નિયમો અનુસાર છૂટ આપવામાં આવી છે. વય મર્યાદા 28 ડિસેમ્બર 2024 ના આધારે નક્કી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
રેલ્વે ટ્રેન્ડ એપ્રેન્ટિસ માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષા અને લીધા વગર સીધા ગુણના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો: છગન ભુજબળ ભાજપમાં જોડાશે? CM ફડણવીસ સાથે મુલાકાત કરતા અટકળો શરૂ
અરજી ફી
જનરલ/ઓબીસી/EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી દરમિયાન રૂ. 100ની અરજી ફી સબમિટ કરવી પડશે. SC/ST/PH અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ મુજબ તમામ લેવલ-1 પોસ્ટ્સ પર ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મું પાસ અથવા ITI ડિપ્લોમા અથવા તેની સમકક્ષ અથવા NCVT દ્વારા આપવામાં આવેલ NAC હશે.