Get The App

દિલ્હી, મુંબઈ અને સુરતમાં બનશે એરપોર્ટને ટક્કર આપે તેવું રેલ્વે સ્ટેશન, અતિઆધુનિક ટેકનોલોજીથી સજ્જ

ભારતીય રેલ્વેએ દેશભરમાં 500 રેલ્વે સ્ટેશનો વિકસાવવાની યોજના બનાવી છે

આ તમામ સ્ટેશનોને AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે

Updated: Sep 12th, 2023


Google NewsGoogle News
દિલ્હી, મુંબઈ અને સુરતમાં બનશે એરપોર્ટને ટક્કર આપે તેવું રેલ્વે સ્ટેશન, અતિઆધુનિક ટેકનોલોજીથી સજ્જ 1 - image


ભારતીય રેલ્વે હવે આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે. ભારત સરકાર દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 500 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે. આ યોજના સ્ટેશનોના લાંબા ગાળાના વિકાસના ખ્યાલ પર આધારિત છે. જે બાદ આ સ્ટેશનોનો દેખાવ અને સુવિધાઓ બદલાઈ જશે. આજે તમને આ સેંકડો સ્ટેશનોમાંથી 3 સૌથી સુંદર સ્ટેશનો વિશે માહિતી આપીશું.

રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ સ્ટેશનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તમામ સ્ટેશનોમાં ન્યૂનતમ સુવિધાઓ નક્કી કરવામાં આવી છે, જેમાં લિફ્ટ, એસ્કેલેટર, વેઇટિંગ હોલનો સમાવેશ થશે. આમાં સૌથી વધુ બજેટ ધરાવતા ત્રણ સ્ટેશન છે, જે સૌથી મોટા અને ખાસ હશે. આ સ્ટેશનો પર દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.

નંબર 1

નવી દિલ્હીને દેશના સૌથી મોટા સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. અહીં અંદાજે 4700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સ્ટેશન પર દરરોજ લગભગ પાંચ લાખ મુસાફરોની અવરજવર રહે છે. કુલ 2.2 લાખ ચોરસ મીટર વિસ્તાર હશે. સ્ટેશન પર આવતા મુસાફરો માટે પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા અલગ અલગ હશે. સ્ટેશન સંકુલમાં બે છ માળના સિગ્નેચર ડોમ બનાવવામાં આવશે. ગુંબજની ઊંચાઈ જમીનથી અનુક્રમે 80 મીટર અને 60 મીટર હશે.

નંબર 2

દિલ્હી બાદ બીજા નંબરે સુરત સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. જેને મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટ હબ રૂપે વિકસિત કરવામાં આવશે. જે રેલ્વે, સીટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રોને સંકલિત કરીને સીમલેસ કનેક્ટિવિટી આપશે. આખું સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના બિઝનેસ સેન્ટર જેવું દેખાશે. અહીં અંદાજે 2700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

નંબર 3

ત્રીજા સ્થાને મુંબઈનું CSMT રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનમાં એરપોર્ટ જેવી તમામ આધુનિક સુવિધાઓ હશે. અહીં અંદાજે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

છેલ્લા એક વર્ષમાં દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં ભારતમાં વધુ રેલ ટ્રેક બનાવવામાં આવ્યા

ઉત્તર પ્રદેશમાં આશરે  4500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 55 AMRUT સ્ટેશનો વિકસાવવામાં આવશે. જેમાં યુપી અને રાજસ્થાનમાં 55-55, મહારાષ્ટ્રમાં 44, બિહારમાં 49, પશ્ચિમ બંગાળમાં 37, આસામમાં 32, મધ્યપ્રદેશમાં 34, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18, કર્ણાટકમાં 13, હરિયાણામાં 15 અને ઉત્તરાખંડમાં 3 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. 3 ત્રિપુરાના અને 1 હિમાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડના છે. આ સિવાય દિલ્હીમાં 5, ચંદીગઢમાં 8, જમ્મુ-કાશ્મીરમાં 3, પુડુચેરીમાં 1 રેલવે સ્ટેશનને નવનિર્માણ કરવામાં આવશે. વિશ્વના દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વીડન જેવા દેશો કરતાં આ 9 વર્ષમાં આપણા દેશમાં વધુ રેલ પાટા નાખવામાં આવ્યા છે. એકલા છેલ્લા વર્ષમાં દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં ભારતમાં વધુ રેલ ટ્રેક બનાવવામાં આવ્યા છે.


Google NewsGoogle News