Get The App

Good Bye 2022 : ઉદ્યોગ, વ્યાપાર, રોકાણ સાથે જોડાયેલા આ 8 દિગ્ગજોના નિધન થયા

Updated: Dec 27th, 2022


Google NewsGoogle News
Good Bye 2022 : ઉદ્યોગ, વ્યાપાર, રોકાણ સાથે જોડાયેલા આ 8 દિગ્ગજોના નિધન થયા 1 - image

વર્ષ ૨૦૨૨ દરમિયાન ભારતીય ઉદ્યોગ, વ્યાપાર અને રોકાણ સાથે જોડાયેલા કેટલાક દિગ્ગજ વ્યક્તિઓના નિધન થયા હતા. પોતાના ક્ષેત્રમાં સૌથી ટોચનું સ્થાન મેળવનાર અને તેમણે સ્થાપેલા ઉદ્યોગો કે બ્રાન્ડ થકી તે હમેશ આપણી વચ્ચે અમર રહેશે. 

રાહુલ બજાજ

દેશના મધ્યમ વર્ગના લોકો જેમના સ્કૂટર થકી મોટરકાર કરતા પણ વધારે ગૌરવ અનુભવતા એવા બજાજ ઓટોના મોભી રાહુલ બજાજ ફેબુ્રઆરી ૨૦૨૨માં મૃત્યુ પામ્યા હતા. માત્ર રૂપિયા એક કરોડના શેર ભરણા થકી ઉદ્યોગ શરુ કરનાર બજાજ જૂથની કંપનીઓનું તેમના મૃત્યુ સમયે બજાર મૂલ્ય રૂ.૮.૫૯ લાખ કરોડ હતું.

પાલોનજી મિસ્ત્રી 

બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની શાપૂરજી પાલોનજી ગુ્રપના માલિક અને દેશના સૌથી ધનિક ઉદ્યોગગૃહ ટાટા જૂથના સૌથી મોટા શેરહોલ્ડર એવા પાલોનજી મિસ્ત્રીએ દેશને બાંધકામ ક્ષેત્રે કેટલાક સીમાચિન્હ આપેલા છે . પાલોનજી મિસ્ત્રીએ માત્ર ભારત જ નહી પણ એશિયામાં કેટલાક ઉત્તમ બાંધકામ ઉભા કર્યા હતા. 

રાકેશ ઝુનઝુનવાલા 

ભારતીય શેરબજારમાં છેલ્લા બે દાયકામાં સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવેલા રાકેશ ઝૂનઝૂનવાલાને લોકો બિગ બુલ તરીકે પણ ઓળખતા હતા. રૂપિયા પાંચ હજારથી શરુ કરેલો તેમનો શેરનો પોર્ટફોલિયો મૃત્યુ સમયે રૂ.૪૦,૦૦૦ કરોડ કરતા પણ વધારે હતો. કેટલાક લોકો માટે ઝુનઝુનવાલા ભારતના વોરેન બફેટ પણ હતા.

ડો અભિજિત સેન 

ભારતીય ગ્રામીણ અને કૃષિ અર્થતંત્રના કેટલાક વિચક્ષણ વ્યક્તિમાંથી એક એટલે ડો અભિજિત સેન. દસ વર્ષ સુધી આયોજન પાંચમાં કામ કરનાર, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત ડો સેનની ફોર્મ્યુલા અને અભ્યાસના આધારે ભારત સરકારે વર્ષ ૧૯૯૭થી ટેકાના ભાવ (કૃષિ પેદાશો માટે લઘુત્તમ નિયત ભાવ)ની ફોર્મ્યુલા બનાવી હતી.

સાયરસ મિસ્ત્રી 

સાયરસ મિસ્ત્રીએ પણ બાંધકામ, એન્જીનીયરીંગ ક્ષેત્રે જૂથની કંપનીમાં કામગીરી શરુ કરી હતી. સાયરસ મિસ્ત્રી વર્ષ ૨૦૧૨માં દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ ટાટા સન્સના ચેરમેન પદે નિયુક્ત થયા હતા. સાયરસ મિસ્ત્રીનું નિધન ગુજરાતની મુલાકાતથી પરત આવતા મુંબઈ નજીક એક કાર અકસ્માતમાં થયું હતું. 

તુલસી તંતી 

દેશની સૌથી જૂની, સૌથી મોટી વિન્ડમિલ બનાવતી કંપનીના સ્થાપક તુલસી તંતીના ૨૭ વર્ષ લાંબા સઘર્ષમય ઉદ્યોગ સાહસિક તુલસી તંતીના જીવનનો અંત પણ આ વર્ષે જ જોવા મળ્યો હતો. તુલસીભાઈ અમદવાદથી ફ્લાઈટમાં પૂના રવાના થયા હતા અને ત્યાં ઉતરાણ પછી ઘરે જતા રસ્તામાં તીવ્ર હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા. 

ડો.જે. જે ઈરાની

ઉદારીકરણ પછી દેશના સ્ટીલ ઉદ્યોગની દશા, દિશા અને તેને ભવિષ્યના પડકારો માટે સૌથી યોગદાન આપનાર ડો જે.જે ઈરાની હતા. આ ઉપરાંત, ભારત સરકારે વર્ષ ૧૯૫૬ના જુના કંપની કાયદામાં ફેરફાર કરવા માટે સ્થાપેલી કમિટી અને જેની ભલામણથી નવો કાયદો દેશને મળ્યો એના અધ્યક્ષ પણ ડો. ઈરાની જ હતા.

વિક્રમ કિર્લોસ્કર

વિક્રમ કિર્લોસ્કરે અમેરિકામાં મીકેનીકલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા બાદ ફેમીલી બિઝનેસમાં પાઠ ભણી પોતાની કિર્લોસ્કર સીસ્ટમ લીમીટેડ નામની કંપની સ્થાપી હતી. દેશમાં ઉદારીકરણ અને વિદેશી કંપનીઓના આગમનની છૂટ વ્યાપક બનતા તેમણે ૧૯૯૦-૯૧માં જાપાનની ટોચની કંપની ટોયેટા સાથે જોડાણ કર્યું હતું.


Google NewsGoogle News