RBI ગવર્નર તરીકે કેટલો પગાર મળતો અને કેવા ઘરમાં રહેતા તે અંગે રઘુરામ રાજને ખુલાસો કર્યો
RBIના 23મા ગવર્નર બન્યા હતા રઘુરામ રાજન
2013 થી 2016 સુધીનો હતો તેમનો કાર્યકાળ
Raghuram Rajan Salary: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો હતો. તેમને આ અંગે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો સંભાળતી વખતે તેમનો માસિક પગાર રૂ. 4 લાખ હતો. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે RBIના ગવર્નર તરીકે મળતા પગાર કરતા પણ તેમને જે સરકારી મકાન મળ્યું હતું તેનું મહત્વ વધારે હતું.
રઘુરામ રાજનને RBI ગવર્નર તરીકે મળતી આટલી સેલરી
રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં RBI ગવર્નરની સેલરી શું હોય તે નથી જાણતા પરતું તેઓ જયારે ગવર્નરનો હોદ્દો સંભાળતા તે સમયે તેમને રૂ. 4 લાખ પગાર મળતો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે RBI ગવર્નર તરીકે હોદ્દો સંભાળવાનો સૌથી મોટો ફાયદો તેમને મળતું સત્તાવાર ઘર છે. જે ખૂબ જ મોટું છે અને મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે.
મળતું સત્તાવાર ઘર ખૂબ જ મોટું
આ સત્તાવાર ઘર બાબતે રઘુરામે જણાવ્યું કે તેમણે એક સમયે ગણતરી કરી હતી કે જો આ ઘર વેચવામાં આવે અથવા તો જેમ પોર્ટ ઓથોરિટી પાસે રૂ. 450 કરોડ લાંબાગાળાની લીઝ છે તેમ આ ઘરને લીઝ પર આપવામાં આવે, તો RBIના ટોચના અધિકારીઓનો પગાર સરળતાથી ચૂકવી શકાય. આ સિવાય RBI ગવર્નર માટે 4 લાખ રૂપિયાનો પગાર પૂરતો છે? બાબતે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો કેબિનેટ સચિવ જેવા અન્ય સરકારી અધિકારીઓ જેવા જ છે. તેમને તેમને અન્ય સરકારી અધિકારીઓની જેમ પેન્શન મળતું નથી, પરંતુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.
પેન્શન બાબતે કરી આ વાત
આ ઉપરાંત રઘુરામ રાજને જણાવ્યું હતું કે અમુક RBI ગવર્નરને પેન્શન એટલા માટે મળે છે કારણ કે તેઓ સરકારી અધિકારી રહ્યા હોય. તેમણે જણાવ્યું કે એક ગવર્નર એવા હતા જેઓ લાંબા સમય સુધી RBI અને સરકારની સેવા કરી હતી પરંતુ તેમને પેન્શન મળ્યું ન હતું કારણ કે તેઓ સિવિલ સર્વન્ટ ન હતા. તેમજ રઘુરામે એમ પણ જણાવ્યું કે તેઓને પેન્શનની જરૂરિયાત નથી કારણ કે તેમની પાસે ફુલ ટાઈમ જોબ છે.
મળતા ઘર અને કાર બાબતે કરી આ વાત
રઘુરામ રાજને કહ્યું કે ગવર્નરનું પદ સંભાળતી વખતે વ્યક્તિને અન્ય સુવિધાઓ તરીકે કાર મળે છે ભારત જેવા દેશમાં સરકારી કામકાજ માટે આવા લક્ઝરી વાહનોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તેમજ ગવર્નરને મળતું ઘર ઘણું જૂનું હોવાને કારણે તેની જાળવણીની જરૂર છે અને તેની જાળવણી માટે પણ ઘણા પૈસા મળે છે.