Get The App

ટેનિસ સ્ટાર રાફેલ નડાલ બન્યા Infosysના બ્રાંડ એમ્બેસેડર

Updated: Aug 24th, 2023


Google NewsGoogle News
ટેનિસ સ્ટાર રાફેલ નડાલ બન્યા Infosysના બ્રાંડ એમ્બેસેડર 1 - image


નવી દિલ્હી,તા. 24 ઓગસ્ટ 2023, ગુરુવાર 

વિશ્વના દિગ્ગજ ટેનિસ સ્ટાર રાફેલ નડાલને આઈટી કંપની ઈન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇન્ફોસિસે સ્ટોક એક્સચેન્જ પાસે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ઈન્ફોસિસની રાફેલ નડાલ સાથે 3 વર્ષની ડીલ થશે. 

ટ્વીટર X પર રાફેલ નડાલે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, ઈન્ફોસિસ સાથેના આ કરાર પર રાફેલ નડાલે કહ્યું કે, હું ઈન્ફોસિસ સાથે નજીકથી કામ કરીને ખૂબ જ ખુશ છું.

છેલ્લા એક દાયકાથી રોજર ફેડરર સાથે નાફેલ નડાલ ટેનિસ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. સ્પેનના 37 વર્ષીય રાફેલ નડાલે 14 ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત 22 ગ્રાન્ડ સ્લેબ ટૂર્નામેન્ટ જીતી છે. 

ઈન્ફોસીસના સીઈઓ અને એમડી સલિલ પારીખે જણાવ્યું કે, "વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયન એથ્લેટ અને વ્યક્તિ રાફેલ નડાલનું કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરવું અમારા માટે ગર્વની વાત છે.”



Google NewsGoogle News