ફટાફટ 3 દિવસમાં આ જરૂરી કામ પતાવી દેજો... ડેડલાઇન આવી ગઈ છે, ફરી મોકો નહીં મળે!
Image: Facebook
Financial Work: વર્ષ 2024 ખતમ થવાનું છે અને ત્રણ દિવસ બાદ નવા વર્ષની શરુઆત થશે. આ ત્રણ દિવસ ખૂબ ખાસ છે કેમ કે ત્રણ જરૂરી કાર્યોને પૂરા કરવા માટે બસ આટલા જ દિવસોનો સમય બાકી છે. આ કાર્યોની ડેડલાઇન 31 ડિસેમ્બરે ખતમ થવા જઈ રહી છે. તેમાં ટેક્સથી લઈને સેવિંગ સ્કીમ સુધી જોડાયેલા કામ સામેલ છે.
ફેરફાર સાથે નવા વર્ષ 2025ની શરુઆત
વર્ષ 2025ની શરુઆત એટલે કે પહેલી જાન્યુઆરીની સાથે જ દેશમાં ઘણા ફાયનાન્સિયલ નિયમ બદલવા જઈ રહ્યા છે. તેમાં વિવાદિત ટેક્સની ચૂકવણી માટે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી 'વિવાદથી વિશ્વાસ' યોજના સામેલ છે. તો ત્યાં લેટ ફીની સાથે બિલેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર 2024 છે. આ સિવાય ઘણી બૅન્ક પોતાની સ્પેશિયલ એફડી સ્કીમમાં વધુ ફાયદા આપી રહી છે, જેમાંથી અમુકમાં રોકાણની તક વર્ષના અંતિમ દિવસ સુધી જ છે.
પહેલું જરૂરી કાર્ય
ઇન્કમ ટેક્સ વિભાગે વિવાદિત ટેક્સ મુદ્દામાંથી છુટકારો મેળવવા માટે વિવાદથી વિશ્વાસ યોજનાની શરુઆત કરી હતી, જેમાં ઇન્કમ વિવાદોથી પરેશાન ટેક્સ પેયર્સને ઓછી એમાઉન્ટ આપીને કરાવી શકે છે. આ સ્કીમની ડેડલાઇન પણ 31 ડિસેમ્બર 2024એ ખતમ થવાની છે. જો તમે આ યોજનાનો લાભ ઉઠાવીને ટેક્સ વિવાદનો છુટકારો મેળવવા ઇચ્છો છો તો પછી તમારી પાસે લગભગ ત્રણ દિવસનો સમય છે.
બીજું જરૂરી કાર્ય
જો તમે ટેક્સપેયર છો અને FY 2023-24 માટે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યું નથી, તો પછી લેટ ફીની સાથે આને દાખલ કરવાની ડેડલાઇન પણ 31 ડિસેમ્બર છે. આઇટીઆર ફાઇલ કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 31 જુલાઈની લાસ્ટ ડેટ નક્કી કરી હતી, જેને લેટ ફીની સાથે વધારીને 31 ડિસેમ્બર 2024 સુધી કરી દેવાઈ હતી. તમે બિલેટેડ ITR ફાઇનલ હજુ પણ કરી શકો છો. જે કરદાતાઓની વાર્ષિક ઇન્કમ 5 લાખ રૂપિયાથી વધુ છે તે 5000 રૂપિયા પેનલ્ટી આપીને જ્યારે પાંચ લાખથી ઓછી આવક ધરાવતા 1000 રૂપિયાની લેટ ફી આપીને આને ફાઇલ કરી શકે છે.
જો આ નક્કી તારીખ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી, તો પછી પેનલ્ટી 10,000 રૂપિયા સુધી થઈ જશે. આ સિવાય ઇન્કમ ટેક્સની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ તારીખ સુધી તમે ગમે તેટલી વખત રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકો છો. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની ન તો કોઈ ફી આપવી પડશે અને ન તો કોઈ પ્રકારનો દંડ ચૂકવવો પડે છે.
ત્રીજું જરૂરી કાર્ય
ત્રીજું કાર્ય GST સાથે જોડાયેલું છે. જીએસટી રજિસ્ટ્રેશન કરાવનાર માટે એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવું 31 ડિસેમ્બર સુધી જરૂરી છે. આ રીતે ટેક્સપેયર્સ જેનું ટર્નઓવર FY2023-24માં 2 કરોડ રૂપિયા સુધી છે, તેમને GSTR9 ફાઇલ કરવું પડશે, જેમાં તમારી પર્ચેસ, સેલ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને રીફંડ સુધી સામેલ થશે. આ સિવાય જે કરદાતાઓનું ટર્નઓવર 5 કરોડ રૂપિયાથી વધુ છે તો તેને GSTR9C ફાઇલ કરવું હશે. આને અવગણવા પર જીએસટી નિયમ હેઠળ દંડ ચૂકવવો પડી શકે છે.
નવા વર્ષમાં થવાના છે ઘણા ફેરફાર
આ જરૂરી કાર્યો સિવાય IDBI Bank અને પંજાબ એન્ડ સિંધ બૅન્કની સ્પેશિયલ એફડી સ્કીમ પણ 31 ડિસેમ્બર સુધી જ ઓપન છે, આની પર 8 ટકાથી વધુનું વ્યાજ મળી રહ્યું છે. એક તરફ 2024નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર ઘણા જરૂરી કાર્યોની ડેડલાઇન છે. તો ત્યાં નવું વર્ષ 2025 ઘણા મોટા ફેરફાર લઈને આવવાના છે. તેમાં LPG સિલિન્ડર પ્રાઇઝમાં ફેરફાર, UPI 123Payની ટ્રાન્જેક્શન લિમિટમાં ચેન્જ, EPFOનું પેન્શનર્સ માટે નવો નિયમ, શેર માર્કેટની મંથલી એક્સપાયરીનો દિવસ પણ સામેલ છે.