કઠોળના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, સરકારે અનેક દેશોમાંથી આયાત વધારવા યોજના બનાવી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
કઠોળના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, સરકારે અનેક દેશોમાંથી આયાત વધારવા યોજના બનાવી 1 - image


Pluses Imports will Increase In India: કેન્દ્ર સરકારે અનેક દેશોમાંથી કઠોળની આયાત વધારવા યોજના બનાવી છે. આ નિર્ણય કઠોળ-દાળની વધતી કિંમતો પર અંકુશ લાદવા લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કઠોળના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાથી સરકાર નવી પીએમ આશા (PM Aasha) યોજના લઈ આવી છે. જે કઠોળના પાકને લઘુત્તમ ટેકાના ભાવે (MSP) પર ખરીદવાની ગેરેંટી આપે છે.

1 વર્ષમાં કઠોળના ભાવોમાં વૃદ્ધિ

કઠોળભાવ વૃદ્ધિ
ચણા18%
તુવેર દાળ30%
અડદ15%
મગ10%


મગ સિવાય અન્ય તમામ દાળની ડ્યૂટી ફ્રી આયાત શરૂ

મગ સિવાય તમામ દાળની ડ્યૂટી ફ્રી આયાત થઈ રહી છે. દેશમાં કઠોળના ઉત્પાદનમાં વધારો કરવા એક બેલેન્સ પોલિસીની જરૂર છે. દેશમાં આજે પણ કઠોળ-દાળની જરૂરિયાતો પૂરી કરવા આયાત પર નિર્ભર છે. જેને સરકાર આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ બની છે.

2030 સુધી 40 મિલિયન ટન દાળની જરૂર પડશે

1 જાન્યુઆરી, 2023થી અત્યારસુધી સરકારે કઠોળ પર 11 નોટિફિકેશન જારી કરી છે. વારંવાર પોલિસીમાં ફેરફાર કરવાથી તમામને નુકસાન થઈ રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જુલાઈ બાદ 10 મિલિયન ટન પીળા વટાણા માર્કેટમાં આવશે. જેની કિંમત રૂ. 1.5થી 2 પ્રતિ કિગ્રા સુધીનો ઘટાડો થશે.

આ દેશોમાંથી આયાત વધશે

સરકાર વિદેશમાં અડદ અને દેશી ચણાનું ઉત્પાદન વધારવા પર ફોકસ કરી રી છે. જે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ સહિત અન્ય દેશોમાંથી કઠોળની આયાત વધારશે. આર્જેન્ટિનામાંથી પણ દાળની આયાત અંગે ચર્ચાઓ થઈ રહી છે. તેમજ 4 મેથી સરકારે ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. માર્ચ, 2025 સુધી દેશી ચણાની ડ્યૂટી ફ્રી આયાત જારી રહેશે. તેમજ તુવેર, અડદ, મસૂર, પીળા વટાણા, દેશી ચણા સહિતના કઠોળની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી મળશે.

છેલ્લા પાંચ વર્ષમાં કઠોળની આયાત

વર્ષઆયાત
2018-192.60 કરોડ ક્વિન્ટલ
2019-202.90 કરોડ ક્વિન્ટલ
2020-212.50 કરોડ ક્વિન્ટલ
2021-222.77 કરોડ ક્વિન્ટલ
2022-232.53 કરોડ ક્વિન્ટલ


આ વર્ષે કઠોળનું આટલુ ઉત્પાદન થવાનો અંદાજ

કઠોળઅંદાજિત ઉત્પાદન
તુવેર33.39 લાખ ટન
ચણા121.61 લાખ ટન
અડદ20.55 લાખ ટન
મગ15.06 લાખ ટન
મસૂર16.36 લાખ ટન
અન્ય27.46 લાક ટન
કુલ ઉત્પાદન234.42 લાખ ટન

Google NewsGoogle News