Get The App

બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801

- નિફટી ૮૨ પોઈન્ટ ઘટીને ૨૪૨૪૭ : ટ્રમ્પ ટેરિફ મામલે ઢીલા પડયા તો ચાઈનાના અક્કડ વલણે ફરી સાવચેતી

- સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ : રોકાણકારોની સંપતિમાં રૂ.૮૪ હજાર કરોડનું ધોવાણ થયું

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
બેંકિંગ, ઓટો, FMCG શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 79801 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘર આંગણે પબ્લિક અને કોર્પોરેટ અમેરિકાના ટેરિફ મામલે વિરોધ વધતાં વલણ ઢીલું કરીને ચાઈના સાથે વાટાઘાટના અને ૧૪૫ ટકાથી ઓછી ટેરિફ શક્ય હોવાના નિવેદન સામે હવે ચાઈનાએ અક્કડ વલણ અપનાવી વાટાઘાટ નહીં, અમેરિકા સંપૂર્ણ ટેરિફ પાછી ખેંચે એવા આપેલા સંદેશે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. આ સાથે આઈબીએમ સહિતની કંપનીઓના નબળા પરિણામોની પણ અસરે અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં નરમાઈ બતાવાતા નવી મોટી ખરીદીથી ફંડો દૂર રહ્યા હતા. ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ ઉછાળે એફએમસીજી, બેંકિંગ, ઓટોમોબાઈલ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક લાગી હતી. હેલ્થકેર શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. સેન્સેક્સ ૩૧૫.૦૬ પોઈન્ટ ઘટીને ૭૯૮૦૧.૪૩ અને નિફટી ૫૦ સ્પોટ ૮૨.૨૫ પોઈન્ટ ઘટીને ૨૪૨૪૬.૭૦ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૧૯૮ પોઈન્ટ ઘટયો : આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કેનફિન હોમ ફાઈનાન્સ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૮.૧૫ ુપોઈન્ટ ઘટીને ૬૩૦૦૬.૭૬ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૧.૭૫ ઘટીને રૂ.૧૪૦૨.૨૫, એચડીએફસી બેંક રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૯૧૬.૩૫,  કોટક મહિન્દ્રા બેંક રૂ.૭.૮૫ ઘટીને રૂ.૨૨૧૮.૮૫ રહ્યા હતા.  આ સાથે ફાઈનાન્સ અને અન્ય બેંકિંગ શેરોમાં કેનફિન હોમ રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૭૦૭.૭૫, કેફિનટેક રૂ.૬૦ ઘટીને રૂ.૧૨૨૬.૪૦, ૩૬૦વન રૂ.૪૨.૭૫ ઘટીને રૂ.૧૦૧૮.૬૫, અરમાન ફાઈનાન્સ રૂ.૫૯.૩૫ ઘટીને રૂ.૧૬૭૨, હોમ ફર્સ્ટ રૂ.૩૭.૧૦ ઘટીને રૂ.૧૨૬૩.૭૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૪૧.૯૦ ઘટીને રૂ.૨૧૫૦.૮૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૭૫૫.૭૦ રહ્યા હતા.

ઓટોમોબાઈલ શેરોમાં તેજીને બ્રેક : ભારત ફોર્જ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, બજાજ ઓટો ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે તેજીને બ્રેક લાગી ફંડો વેચવાલ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૮.૮૦ પોઈન્ટ ઘટીને ૫૦૧૧૨.૧૮ બંધ રહ્યો હતો. ભારત ફોર્જ રૂ.૩૧ ઘટીને રૂ.૧૧૦૪.૪૫, આઈશર મોટર્સ રૂ.૧૧૩.૯૫ ઘટીને રૂ.૫૬૩૦, ટીવીએસ મોટર રૂ.૨૩.૭૫ ઘટીને રૂ.૨૭૮૦, બજાજ ઓટો રૂ.૫૯.૭૦ ઘટીને રૂ.૮૧૯૭.૫૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૨૬૫૧.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૨૯૦૦.૮૫, ઉનો મિન્ડા રૂ.૪.૪૦ ઘટીને રૂ.૮૯૯.૫૦ રહ્યા હતા.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોનું આકર્ષણ જળવાયું : મોરપેન, વિમતા લેબ., હેસ્ટર બાયો, થાયરોકેરમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડો, મહારથીઓએ પસંદગીની ખરીદી ચાલુ રાખી હતી. મોરપન લેબ રૂ.૭.૭૭ ઉછળીને રૂ.૬૨.૨૦, વિમતા લેબ્સ રૂ.૧૦૪.૮૦ વધીને રૂ.૧૧૫૩.૦૫, હેસ્ટર બાયો રૂ.૧૭૭.૧૦ વધીને રૂ.૧૯૭૮.૯૦, સુવેન રૂ.૯.૯૦ વધીને રૂ.૧૪૦.૮૦, નાટકો ફાર્મા રૂ.૫૮.૫૦ વધીને રૂ.૯૦૩.૬૫, માર્કસન્સ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૨૨૮.૩૦, દિવીઝ લેબ રૂ.૩૦૭.૧૫ વધીને રૂ.૬૨૨૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૩.૪૫ વધીને રૂ.૮૪૪.૩૦, અજન્તા ફાર્મા રૂ.૧૦૯.૯૫ વધીને રૂ.૨૭૯૩, શિલ્પા મેડી રૂ.૪૧.૮૦ વધીને રૂ.૭૨૨.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૩૬.૭૪ પોઈન્ટ વધીને ૪૨૯૩૯.૭૫ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : ન્યુજેન રૂ.૧૦૭, બ્લેક બોક્સ રૂ.૩૮, સોનાટા સોફ્ટવેર રૂ.૨૮ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ન્યુજેન રૂ.૧૦૭.૬૦ વધીને રૂ.૧૧૦૧.૫૦, બ્લેક બોક્સ રૂ.૩૮.૪૦ વધીને રૂ.૪૨૨.૮૦, સોનાટા સોફ્ટવેર રૂ.૨૭.૯૦ વધીને રૂ.૩૫૫.૭૦, ટાટા એલેક્સી રૂ.૨૫૪.૩૦ વધીને રૂ.૫૯૧૮.૧૦, રામકો સિસ્ટમ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૪૨૦.૪૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૨.૧૫ વધીને રૂ.૭૦૩.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૧.૧૦ વધીને રૂ.૮૭૬૦.૭૫, ટેક મહિન્દ્રા રૂ.૧૩.૫૫ વધીને રૂ.૧૪૫૨.૮૫ રહ્યા હતા.

એફએમસીજી શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ફંડો : ગ્લોબસ સ્પિરીટ, હિન્દ. યુનિલિવર, વાડીલાલ ઘટયા

એફએમસીજી શેરોમાં પણ આજે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. ગ્લોબસ સ્પિરીટ રૂ.૪૬.૮૫ ઘટીને રૂ.૧૦૩૫.૨૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૯૬.૯૦ ઘટીને રૂ.૨૩૨૫.૨૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬૬.૩૫ ઘટીને રૂ.૬૮૪૯, વરૂણ બિવરેજીસ રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૫૩૨.૨૦, ગોકુલ એગ્રો રૂ.૪.૩૦ ઘટીને રૂ.૨૫૧.૯૫, યુનાઈટેડ બ્રિવરીઝ રૂ.૬૨.૬૦ ઘટીને રૂ.૨૧૭૬.૬૦, ટીઆઈ રૂ.૮.૧૫ ઘટીને રૂ.૨૯૩.૩૦, બ્રિટાનીયા રૂ.૮૨.૪૦ ઘટીને રૂ.૫૪૫૯.૯૦ રહ્યા હતા.

રિયાલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : લોઢા ડેવલપર્સ, પ્રેસ્ટિજ, અનંતરાજ, બ્રિગેડ, ઓબેરોય રિયાલ્ટી ઘટયા

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૧૩૨૪.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૬.૫૫ ઘટીને રૂ.૧૨૯૬.૭૫, અનંતરાજ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૪૮૭.૦૫, બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૧૦૩૦.૨૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૬.૬૦ ઘટીને રૂ.૧૬૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૨૧૪૨.૬૦, શોભા ડેવલપર્સ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૨૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ઓપરેટરોનું ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ : ૨૦૧૫ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવમાંથી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૮થી ઘટીને ૧૯૨૦ અને ઘટનારની સંખ્યા ૧૯૪૯થી વધીને ૨૦૧૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૨૯.૬૩ લાખ કરોડ

શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૮૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૨૯.૬૩ લાખ કરોડ રહ્યું હતું.


Tags :