Get The App

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે પણ ટેક્સમાં છૂટ મળી શકશે, આ રીતે લાભ લો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે પણ ટેક્સમાં છૂટ મળી શકશે, આ રીતે લાભ લો 1 - image


Tax Benefits For Preventive Health Checkup: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સિઝન શરૂ થઈ ચૂકી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. આવકવેરા વિભાગ દરવર્ષે કરદાતાઓને આઈટીઆર ફાઈલ કરવા અને તેના રિફંડ સહિત અનેક લાભો મેળવવા અપીલ કરે છે.

ITRમાં આ નિયમો હેઠળ ટેક્સ છૂટનો લાભ

આવકવેરા અધિનિયમ 1961 અનુસાર, અનેક કલમો હેઠળ બચતો દર્શાવી ટેક્સ બચાવી શકો છો. ખાસ કરીને 80 સી, 80 ડી, 80 ઈઈ, કલમ 24, કલમ 80 ઈઈબી, 80જી, 80 જીજી, 80 ટીટીએ વગેરે અંતર્ગત ટેક્સમાં છૂટનો લાભ ઉપલબ્ધ છે. આજે અમે તમને 80 ડી હેઠળ મળતી છૂટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

80 ડી હેઠળ ટેક્સમાં આ રીતે છૂટ મેળવો

80 ડી હેઠળ કરદાતાઓ પોતાના અને પોતાના પરિવારજનો માટે ચૂકવવામાં આવેલા મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માટે ડિડક્શનનો દાવો કરી શકે છે. મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ માટે ડિડક્શન ઉપરાંત આ કલમ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે કરવામાં આવેલા ખર્ચાઓમાં પણ છૂટ આપે છે.

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ

પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપમાં બિમારીઓનું નિદાન તથા આરોગ્ય સંબંધિત બાબતો પર દેખરેખ રાખવા માટે કરવામાં આવતાં મેડિકલ ટેસ્ટ અને અન્ય તપાસ સામેલ છે. આ તપાસ આરોગ્ય સંબંધિત જોખમોને ઝડપી અને શરૂઆતથી ઓળખવામાં મદદ કરે છે.

કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો?

ટેક્સ2વિન અંતર્ગત જો તમે આરોગ્ય સંબંધિત સ્થિતિ જાણવા હેલ્થ ચેકઅપ માટે ખર્ચ કરો છો, તો તમે આ છૂટના હકદાર છો. એક વ્યક્તિગત કરદાતાને હેલ્થ ચેકઅપ માટે રૂ. 5000 સુધીની છૂટ મળે છે. તેમાં તેની પત્નિ, બાળકો, માતા-પિતાને આવરી લેવામાં આવે છે. 

આ કિસ્સામાં લાભ નહીં મળે

જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે, અને તમે વાર્ષિક રૂ. 20000નુ પ્રીમિયમ હેલ્થ ઈન્સ્યોરન્સ પાછળ ખર્ચો છો. તો તમને પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે રૂ. 5000ની છૂટની સુવિધા મળી શકે છે. પરંતુ તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ રૂ. 25000નો છે, તો તમને આ ચેકઅપના ખર્ચ માટે અલગથી છૂટ મળશે નહીં.

ઉલ્લેખનીય છે, 80 ડી અંતર્ગત ડિડક્શનની એકંદરે મર્યાદામાં જ આ ખર્ચને આવરી લેવામાં આવ્યો છે. જેમાં 60 વર્ષ સુધીના કરદાતાઓ માટે રૂ. 25000 અને વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા રૂ. 50000 છે.

  પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ માટે પણ ટેક્સમાં છૂટ મળી શકશે, આ રીતે લાભ લો 2 - image


Google NewsGoogle News