Get The App

ઈસીબી મારફત ભંડોળ ઊભું કરી ચૂકેલી ભારતીય કંપનીઓ પર દબાણ

- કંપનીઓએ ડોલર ખરીદવા વધુ રૂપિયા ખર્ચવા પડતા બેલેન્સશીટસ પર અસર

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
ઈસીબી મારફત ભંડોળ ઊભું કરી ચૂકેલી ભારતીય કંપનીઓ પર દબાણ 1 - image


મુંબઈ : રૂપિયા સામે ડોલરમાં મજબૂતાઈને પરિણામે વિદેશમાંંથી ડોલર સ્વરૂપમાં ભંડોળ ઊભી કરી ચૂકેલી ભારતીય કંપનીઓ પર નાણાંકીય બોજ વધી જવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે ઈસીબી મારફત ભંડોળ ઊભું કરતી કંપનીઓમાંથી ૭૦ ટકા પોતાના ડોલરના સ્વરૂપના દેવાને હેજ કરતી હોવાનો અંદાજ છે. 

જે કંપનીઓએ રૂપિયાના ઘસારાને હેજિંગ નથી કર્યું તેમને વધુ નુકસાન જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ૨૦૨૪માં ડોલર સામે રૂપિયામાં ચાર ટકાથી વધુનો ઘસારો થયો છે અને વર્તમાન વર્ષમાં પણ ઘસારો ચાલુ રહ્યો છે. 

રૂપિયામાં ઘસારાને કારણે કંપનીઓએ ડોલરની ખરીદી માટે વધુ રૂપિયા ખર્ચવાનો વારો આવશે જે તેમની બેલેન્સ શીટ પર દબાણ લાવશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

પોતાના ભંડોળની આવશ્યકતા માટે એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ઈસીબી) પર વધુ પડતા નિર્ભર કરતી કંપનીઓ પર દૂરગામી પરિણામો જોવા મળશે. 

ડોલર પાછળના ખર્ચમાં વધારો થઈ જતા કંપનીઓએ પોતાના નાણાંકીય વ્યૂહમાં ફેરબદલ કરવાની ફરજ પડશે. 

રિઝર્વ બેન્કના ડેટા પ્રમાણે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતની કંપનીઓએ અંદાજે ઈસીબી માટે  ૪૯.૨૦ અબજ ડોલરનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ લગભગ બમણું હતું. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંક ૨૬.૬૦ અબજ ડોલર હતો. 

આ રજિસ્ટ્રેશન સમયે ડોલર સામે રૂપિયો હાલની સરખામણીએ મજબૂત હતો. 



Google NewsGoogle News