શેરબજારમાં ધરખમ ફેરફારની તૈયારી, SEBIની નવી અપડેટ, AI ચેક કરશે ફૉર્મ, જાણો શું થશે ફાયદો
Image: Facebook
SEBI developing AI tool to check documents: જો તમે પણ શેરબજાર અને આઇપીઓમાં રોકાણ કરતાં રહો છો તો હવે સેબી તેનાથી જોડાયેલા અમુક ફેરફાર કરવા જઈ રહી છે. શેર માર્કેટને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી હવે કંપનીઓના આઇપીઓ(IPO) માટે અરજી કરવાની સરળ રીત લાવવાની તૈયારી કરી રહી છે. નવી રીતમાં કંપનીઓને સંબંધિત ફૉર્મમાં ખાલી સ્થાન પર સંબંધિત જાણકારી ભરવી પડશે. તેનાથી રોકાણકારોને કંપનીની જાણકારી સમજવામાં સરળતા થશે અને સેબીને પણ તપાસ કરવામાં વર્તમાન સમયની સરખામણીએ ઓછો સમય લાગશે.
એઆઇની પણ મદદ લેવાની તૈયારી
આ સિવાય સેબીના ચીફ માધવી પુરી બુચે જણાવ્યું કે સેબી IPOની મંજૂરી માટે એઆઇની મદદ લેવાની પણ તૈયારી કરી રહી છે. સેબી એવું ફૉર્મ તૈયાર કરી રહી છે, જેને આઇપીઓની તૈયારી કરી રહેલી કંપનીઓએ ભરવું પડશે. તેનાથી IPOને મંજૂરી મળવામાં ઓછો સમય લાગશે અને રોકાણકારોને કંપની વિશે જાણકારી સમજવામાં સરળતા થશે. નવા ફૉર્મમાં કંપનીઓને ઓફર સાથે જોડાયેલી જટિલ બાબતોને પણ અલગથી સમજાવવા માટે સ્થાન આપવામાં આવશે.
ઘણી કંપનીઓએ સેબીની પાસે IPO માટે અરજી કરી
SEBI ચીફે જણાવ્યું કે નવું ફૉર્મ સમજવામાં ખૂબ સરળ હશે. જો કોઈ અલગ વાત હશે તો તેને અલગથી સમજાવી શકાશે. સેબી ચીફે આ વાત ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમમાં કહી. સૂત્રો અનુસાર આ સમયે ઘણી કંપનીઓ સેબીની પાસે IPOને લઈને અરજી આપી ચૂકી છે. આ કંપનીઓ કુલ 80,000 કરોડ રૂપિયા બજારથી એકત્ર કરવા ઇચ્છે છે. આટલી અરજીઓના કારણે સેબીએ પોતાના બીજા કાર્યોને રોકીને કર્મચારીઓને IPO સાથે જોડાયેલા કામ પર લગાવવા પડી રહ્યા છે.
બે પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં
સેબી એવી પ્રોસેસ પર પણ કામ કરી રહી છે. જેનાથી કંપનીઓને શેરમાર્કેટમાં રૂપિયા એકત્ર કરવા માટે બે પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં. અત્યારે કંપનીઓને રાઇટ્સ ઇશ્યૂ અને પ્રીફરેન્શિયલ ઇશ્યૂ માટે અલગ-અલગ મંજૂરી લેવી પડે છે. હવે સેબીની ઇચ્છા છે કે એક જ ફૉર્મમાં સંપૂર્ણ જાણકારી હોય અને મંજૂરી મળવામાં અડધો સમય લાગે. તેનાથી કંપનીઓના રૂપિયા પણ બચશે કેમ કે તેમને વચેટિયાઓની જરૂર ઓછી પડશે.
બાદમાં આ સંમેલનમાં સેબીના મેમ્બર કમલેશ ચંદ્ર વર્ષ્ણીએ જણાવ્યું કે સેબી ટૂંક સમયમાં એક ડૉક્યુમેન્ટ જાહેર કરશે, જેમાં ફાયનાન્સિયલ ઇન્ફ્લુએન્સરને નિયમોમાં લાવવા વિશે સૂચન માગવામાં આવશે. તેનો હેતુ તે લોકો પર નિયંત્રણ કરવાનો છે જે અત્યારે સેબીના નિયમો હેઠળ આવતાં નથી. સેબીએ IPO પ્રોસેસને સરળ કરવાની ઘણી રીત કાઢી છે. માધવી પુરી બુચે કહ્યું કે દેશના શેર બજારને સુરક્ષિત રાખવા માટે કેવાયસીની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે.