Get The App

પ્રજાને બજેટમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા નહીં, મોંઘવારીમાં ગુજરાન ચલાવવો સૌથી મોટો પડકારઃ સર્વે

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
પ્રજાને બજેટમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા નહીં, મોંઘવારીમાં ગુજરાન ચલાવવો સૌથી મોટો પડકારઃ સર્વે 1 - image


Budget 2025: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. બજેટ પૂર્વે યોજાયેલા સર્વેમાં પ્રજાને સરકાર પાસેથી કોઈ ખાસ અપેક્ષા ન હોવાનું જાણવા મળ્યું છે. બજેટ 2025-26માં કોઈ ખાસ સુધારા ન થવાનો  અંદાજ પણ વ્યક્ત થયો છે. સી-વોટરના સર્વેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું કે, મોંઘવારીના કારણે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે. અને વર્તમાન સરકાર પાસે આ સ્થિતિમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા પણ નથી.

સી-વોટરે પ્રિ-બજેટ સર્વેમાં દેશભરના જુદા-જુદા ભાગમાંથી 5269 લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં 2/3 લોકોએ જણાવ્યું કે, મોંઘવારી પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. વડાપ્રધાન મોદીના રાજમાં મોંઘવારી સતત વધી રહી છે. જ્યારે 50 ટકા લોકોએ કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે જીવન ધોરણ પર પ્રતિકૂળ અસર થઈ છે. તેના લીધે ઉચ્ચ કક્ષાનું જીવન ધોરણ જીવવુ મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચોઃ Budget 2025: શું જૂની ટેક્સ પ્રણાલીમાં મળતી તમામ છૂટ પાછી ખેંચાશે? સરકાર મોટો ઝટકો આપી શકે

આ વર્ષ પણ ખરાબ રહેશે

આ સર્વેમાં 50 ટકા લોકોએ પરિસ્થિતિમાં કોઈ ખાસ બદલાવ ન થવાનો અંદાજ આપ્યો છે. તેમના મતે, આવક જેટલી છે તેટલી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ગત વર્ષે ખર્ચ સતત વધ્યો છે. વધતો ખર્ચ સામાન્ય લોકો માટે મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. 37 ટકા લોકોએ આ વર્ષે પણ આ સ્થિતિમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા ન હોવાનું જણાવ્યું છે. તદુપરાંત આગામી વર્ષ આવક અને ખર્ચના ધોરણે વધુ ખરાબ હોવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.

જીડીપી ગ્રોથ ઘટવાનો અંદાજ

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. પરંતુ નાણાકીય વર્ષમાં તેનો ગ્રોથ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહેવાનો અંદાજ છે. આ સપ્તાહના અંતે રજૂ થનારા બજેટમાં મોદી સરકાર જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે અમુક ખાસ પગલાં લઈ શકે છે. સાથે આવકમાં વધારો અને મોંઘવારી પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી સકે છે. ઉલ્લેખનીય છે, ભારતમાં હાલ બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. સરકારે નવા રોજગાર સર્જન માટે પણ અમુક ખાસ ઉપાયો રજૂ કરવા જોઈએ.

પ્રજાને બજેટમાં કોઈ ખાસ સુધારાની અપેક્ષા નહીં, મોંઘવારીમાં ગુજરાન ચલાવવો સૌથી મોટો પડકારઃ સર્વે 2 - image


Google NewsGoogle News