પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 17મો હપ્તો આગામી મહિને જમા થશે, લાભ લેવા આ રીતે કરો અરજી
Image: FreePik |
Pradhan Mantri Kisan Samman Nidhi Yojana Installment: કેન્દ્ર સરકાર મે, 2024માં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જારી કરવાની છે. અગાઉ 28 ફેબ્રુઆરી, 2024માં 16મો હપ્તો જમા કર્યો હતો. એક મીડિયા અહેવાલ અનુસાર, મે મહિનામાં આ વર્ષનો બીજો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે.
દરવર્ષે રૂ. 6000નો ફાયદો
પીએમ કિસાન યોજના અંતર્ગત જમીન ધરાવતા ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6000નો નાણાકીય લાભ પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર વર્ષ દરમિયાન રૂ. 2000ના ત્રણ સમાન હપ્તામાં આ રકમની ચૂકવણી કરે છે. જેમાં ખેતી તેમજ ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પરિવારને આ સહાયતા પ્રદાન કરવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે ખેત જમીન ધરાવતા ખેડૂત પરિવાર અરજી કરી શકે છે. આ રીતે અરજી કરો
1. સૌ પ્રથમ પીએમ કિસાનીન સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જઈ ફોર્મર કોર્નર પર ક્લિક કરો.
2. જેમાં ન્યૂ ફોર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરી આધાર નંબર અને કેપ્ચા કોડ ઉમેરો.
3. હવે માગવામાં આવેલી માહિતી ભરી યસ પર ક્લિક કરો.
4. પીએમ કિસાન અરજી પત્રમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરી તેને સેવ કરો અને પ્રિન્ટ મેળવો.
આ રીતે હપ્તો જમા થયો છે કે નહિં તે અંગે જાણોઃ
1. pmkisan.gov.inની મુલાકાત લઈ મેઈન પેજ પર કિસાન કોર્નર પર ક્લિક કરો.
2. જ્યાં બેનિફિશિયરી સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો.
3. રજિસ્ટર્ડ આધાર નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર ઉમેરો.
4. સ્ટેટ્સ મેળવો પર ક્લિક કરો જેથી હપ્તો જમા થયો છે કે નહિં તેની વિગતો જોવા મળશે.