Get The App

દીકરીના ભવિષ્ય માટે સરકારની આ યોજનામાં કરો રોકાણ, લાંબા ગાળે થશે મોટો ફાયદો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
દીકરીના ભવિષ્ય માટે સરકારની આ યોજનામાં કરો રોકાણ, લાંબા ગાળે થશે મોટો ફાયદો 1 - image


PPF Vs SSY: દિકરીના અભ્યાસની સાથે લગ્નની જવાબદારી સંભાળપૂર્વક સરળતાથી નિભાવવા માટે દિકરી માટે બાળપણથી જ રોકાણ કરવાની યોજના ઘડવી જોઈએ. જેથી તમામ ખર્ચાઓ સરળતાથી પૂર્ણ કરી શકાય. જો તમે તમારી દિકરી માટે મોટુ ફંડ એકત્ર કરવા માગો છો, તો તમે લાંબાગાળાની સ્કીમમાં રોકાણ કરી શકો છો. 

જાણો કઈ સ્કીમમાં કેટલુ રોકાણ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારે 15 વર્ષ સુધી જ રોકાણ કરવાનું હોય છે. પરંતુ મેચ્યોરિટી રકમ 21 વર્ષ બાદ મળે છે. વર્તમાનમાં આ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ મળે છે. કોઈપણ પિતા આ સ્કીમમાં ઓછામાં ઓછુ રૂ. 250 અને મહત્તમ રૂ. 1.5 લાખ સુધીની રકમ વાર્ષિક ધોરણે જમા કરાવી શકે છે. જો તમે દરમહિને રૂ. 5000 આ સ્કીમમાં રોકો છો, તો 15 વર્ષમાં કુલ રૂ. 9 લાખ જમા થશે. વર્તમાન વ્યાજદર મુજબ વ્યાજપેટે રૂ. 18,71,031 મળશે, અને મેચ્યોરિટીના અંતે કુલ રૂ. 2771031 મળવાપાત્ર રહેશે.

PPF

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 500 અને મહત્તમ રૂ. 1.5 લાખ સુધી જમા કરાવી શકો છો. જેમાં 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમ 15 વર્ષના અંતે મેચ્યોર થાય છે. જો કે, વ્યાજનો વધુ લાભ લેવા માટે તમે 5-5 વર્ષના બ્લોકમાં તેને રિન્યુ કરાવી શકો છો. પીપીએફમાં જો તમે દરમહિને રૂ. 5000નું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં કુલ રૂ. 9 લાખ સુધી જમા થશે.

વર્તમાન વ્યાજદર અનુસાર, 15 વર્ષમાં રોકાણ પર કુલ રૂ. 727284 વ્યાજપેટે મળશે. જે મેચ્યોરિટીના અંતે કુલ રૂ. 1627284નું ફંડ જમા કરવામાં મદદરૂપ થશે. જો તમે તેને વધુ પાંચ વર્ષ સુધી લંબાવો છો તો 20 વર્ષના અંતે રૂ. 12,00,000ના રોકાણ પર રૂ. 2663315ની બમણી મૂડી જમા કરી શકો છો.

કઈ સ્કીમ પસંદ કરવી યોગ્ય

સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં તમારૂ રોકાણ ઓછું અને રિટર્ન વધુ છે, જ્યારે પીપીએફમાં રિટર્ન ઓછું મળે છે. સ્કીમને લંબાવવા પર વધુ પાંચ વર્ષ રોકાણ કરવુ પડે છે. પરંતુ રિટર્ન સુકન્યા સમૃદ્ધિ જેટલુ મળતુ નથી. એટલે કે 21 વર્ષ સુધી રોકાણ કરવા માગતા હોવ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવુ શ્રેષ્ઠ રહેશે. બંને સ્કીમમાં તમને ટેક્સ લાભો મળે છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


દીકરીના ભવિષ્ય માટે સરકારની આ યોજનામાં કરો રોકાણ, લાંબા ગાળે થશે મોટો ફાયદો 2 - image


Google NewsGoogle News