હેલ્થ ઇન્સ્યોરન્સ પર GST નહી હટે, પરિષદનો યુ-ટર્ન, જાણો કયા લેવાયા નિર્ણયો

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
હેલ્થ ઇન્સ્યોરન્સ પર GST નહી હટે, પરિષદનો યુ-ટર્ન, જાણો કયા લેવાયા નિર્ણયો 1 - image

GST News : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નેશનલ કાઉન્સિલની આજે મળેલી 54મી બેઠકમાં આરોગ્ય વીમા પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાને લગતો નિર્ણય લેવાનું આગામી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. અત્યારે આરોગ્ય વીમો લેનારાઓએ પ્રીમિયમની રકમ પર 18 ટકા જીએસટી ભરવો પડી રહ્યો છે.

સિનિયર સિટીઝન્સ અને સુપર સિનિયર સિટીઝન્સ પાસે બહુધા આવકનું હવે કોઈ સાધન ન હોવા છતાંય તેમણે આરોગ્ય વીમા માટે બહુ જ મોટી રકમનું પ્રીમિયન ઉપરાંત 18 ટકા જીએસટી ભરવો પડી રહ્યો હોવાથી તેઓ આરોગ્ય વીમા લેવાનું ટાળી રહ્યા છે. આમ નવી બેઠક ન મળે ત્યાં સુધી આરોગ્ય વીમાની પોલીસીના પ્રીમિયમ પરના જીએસટી ઘટવાની આશા પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. 

જીવન વીમાની લેવામાં આવતી પોલીસીઓના પ્રીમિયમ પરના જીએસટીને મુદ્દે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. જીવન વીમાના મુદતી પ્લાન એટલે કે ટર્મ પ્લાનના પ્રીમિયમ  પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ સિવાયના સેવિંગ પ્લાનમાં પહેલા વરસે અંદાજે 4.5 ટકા અને ત્યારબાદના વર્ષોમાં અંદાજે રૂ. 2.25 ટકા જીએસટી સૂલવામાં આવે છે. આમ ટર્મ ઇન્સ્યોરન્સ લેનારાઓ પર પણ જીએસટીનો બોજો ખાસ્સો વધી રહ્યો છે. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપનારા સૂત્રોનું કહેવું છે કે આરોગ્ય વીમાના પ્રીમિયમના દરમાં ઘટાડો કરવામાં આવે તો સરકારની જીએસટીની આવક પર કેટલી અસર આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ કાઉન્સિલની 55મી બેઠક સુધી આ અંગે આખરી નિર્ણય ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફિટમેન્ટ કમિટીના સભ્યોએ પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. ફિટમેન્ટ કમિટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ વીમાના પ્રીમિયમ પરના જીએસટીમાં રાહત મળવાની આશા રાખી બેઠેલા કરોડો લોકો હતાશ થયા છે.જીએસટીનો દર ઘટાડવામાં આવે તો પ્રીમિયમ ભરનારાઓને ખાસ્સી રાહત થઈ જવાની સંભાવના છે. 

 જોકે પ્રીમિયમ પરના જીએસટીના ઘટાડાનો લાભ માત્ર ને માત્ર સિનિયર સિટીઝન્સ અને સુપર સિનિયર સિટીઝન્સને જ આપવામાં આાવે તેવી સંભાવના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આરોગ્ય વીમાના પ્રીમિયમ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવો કે નહિ તે અંગેનો ર્નિર્ણય લેતા પૂર્વે થોડી રાહ જોવા માગે છે. જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરવામાં આવશે તેવી આશા હતી. ફિટમેન્ટ કમિટી  આરોગ્ય વીમા પરનો જીએસટી શૂન્ય ટકા કરી દેવામાં આવે તો સરકારની આવકમાં કેટલું ગાબડું પડે તેમ હોવાનો અંદાજ બાંધી રહી છે. 

યુનિ.માં રિસર્ચ માટેના ભંડોળ પર જીએસટી લાગુ નહીં થાય

- મોટરસાઈકલ અને કારની સીટ પર 18 ટકા જીએસટી વધારીને 28 ટકા કરાયો

રિસર્ચ માટે કેન્દ્રના કાયદા હેઠળ સ્થાપવામાં આવેલી યુનિવર્સિટીઓને આપવામં આવતા ભંડોળ પર જીએસટી વસૂલવામાં આવશે નહિ.  તેનાથી રિસર્ચને વેગ મળશે. જીએસટી નાબૂદીને કારણે સંશોધન વધશે. તેની સાથે સાથેજ  વૈશ્વિક વિક્રેતાઓ સાથે એક સમાન કક્ષાએ આવી જશે. 

રેલવે માટે ખરીદવામાં આવનારા રૂફ માઉન્ટેડ પેકેજ યુનિટ તરીકે ઓળખાતા એરકન્ડિશનર્સ પરના જીએસટી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યો છે. મોટરસાઈકલ અને કારની સીટ પર અત્યાર સુધી 18 ટકા જીએસટી લેવાતો હતો તે વધારીને 28 ટકા કરી દીધો છે. નવા વેરાના દર હવે પછી લાગૂ કરવામાં આવશે. મોટર કાર પરનો જીએસટી પણ  વધારીને 28 ટકા કરવામાં આવ્યો છે.

બિઝનેસ ટુ કન્ઝ્યુમર માટે ઈ-ઇન્વોઈસ જ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કસ્ટમ્સ ઓથોરિટી ઈ-ઇન્વોઈસની સરળતાથી ચકાસણી કરી શકશે. ઈ-ઇન્વોઈસની ચકાસણી કરીને તેના પણ રિફંડ પણ લઈ શકાશે.

જીએસટી પરિષદમાં લેવાયેલા અન્ય નિર્ણયો

ધાર્મિક સ્થળો પર હેલિકોપ્ટર સર્વિસ પર પાંચ ટકા જીએસટી

નવી દિલ્હી : ધાર્મિક સ્થળોની યાત્રામાં હેલિકોપ્ટર સર્વિસ પર હવે 5 ટકા જીએસટી લાગશે. કેદારનાથ, બદરીનાથ જનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હેલિકોપ્ટર સેવા પર 18 ટકા જીએસટી લેવાતો હતો તે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

કેન્સરની દવા પરનો જીએસટી 12થી ઘટાડી 5 ટકા કર્યો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નેશનલકાઉન્સિલની આજે મળેલી બેઠકમાં કેન્સરની દવાઓ પર લેવામં આવતો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે કેન્સરની સારવાર પાછળના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસકરવામાં આવ્યો છે.

ક્રેડિટ-ડેબિટ કાર્ડના વહેવારો પર 18 ટકા જીએસટી લાગશે

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર રૂ. 2000થી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન કરનારઓએ વધારાના રૂ. 18 ટકા ના દરે જીએસટી વસૂલવામાં આવશે. આ રીતે ગ્રાહકો પર જીએસટીનો માઈલ્ડ ડો વધારવામાં આવશે તો તકલીલ્લ પડશે નહિ. જોકે મોડેથી મળતા અહેવાલ મુજબ આ મુદ્દે પણ ચર્ચાવિચારણા કરીને નિર્ણય લેવાનું ફિટમેન્ટ કમિટિને કહેવામાં આવ્યું છે. 

સેસ વસૂલવાનું માર્ચ 2026 સુધી ચાલુ રહેશે

જીએસટી પર લેવામાં આવતી સેસની રકમ માર્ચ 2026 સુધી વસૂલવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. સેસની આ આવકનો કેવો ઉપયોગ કરવો તે અંગે ગુ્રપ ઓફ મિનિસ્ટર નિર્ણય લેશે. આ સેસને કોમ્પેન્સેશન સેસ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખવું કે નહિ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. રાજ્યોને જીએસટીના નાણાં ચૂકવવા માટે લેવામાં આવેલી લોનની રકમ ચૂકવી શકાય તે માટે જ સેસની વસૂલીચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના મુદ્દે પણ ચર્ચા થઈ

રૂપિયા 2000થી વધુ રકમના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર લેવામાં આવતા ટેક્સની બાબતે પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચર્ચા કરવામાં આવી હતી. ઓનલઈન ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ ઉપરાંત અન્ય કેટલીક બાબતો અંગે પણ જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

નમકીન પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કર્યો

નમકીન પર વસૂલવામાાં આવતો જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. ધાતુના ભંગાર પર રિવર્સ ચાર્જ મિકેનિઝમ ચાલે છે. તેમાં અનરજિસ્ટર્ડ સપ્લાયર પાસેથી ધાતુનો ભંગાર ખરીદવામાં આવે તો તેવા સંજોગોમાં સપ્લાયરે ટર્નઓવરની મર્યાદા વટાવે કે તરત જ રજિસ્ટ્રેશન લઈ લેવું પડશે. સપ્લાયરનું ટર્નઓવર ન થતું હોય તેવા સંજોગોમાં ખરીદનારને માલ આપનાર સપ્લાયર જીએસટી રજિસ્ટ્રેશન લેવાની મર્યાદાથી નીચે હોય તો પણ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠલ માલ ખરીદનારે જીએસટી જમા કરવો પડે છે.

સંબંધિત પક્ષકારો વચ્ચેના વહેવારો પર ટેક્સ નહિ ભરવો પડે 

સંબંધિત પક્ષકારો વચ્ચેના ટ્રાન્ઝેક્શન એરલાઈન્સ મારફતે થયા હશો તે સંબંધિત પાર્ટીએ  જીએસટી  ભરવો પડશે નહિ. શેરિંગના ધોરણે લેવામાં આવતી હેલિકોપ્ટર સર્વિસ પર પણ 5 ટકાના દરે જીએસટી વસૂલવાાં આવશે. કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા પર રિવર્સ ચાર્જ મિકેનિઝમની સિસ્ટમથી જીએસટી વસૂલવામાં આવશે. 

જીએસટી કાઉન્સિલે બિઝનેસથી કોમર્સના વહેવારો પર ઈ-ઇન્વોઇસિંગ સ્વૈચ્છિક ધોરણે તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. 


Google NewsGoogle News