પોસ્ટ ઓફિસની આ સ્કીમ બનાવી શકે છે માલામાલ, પાંચ વર્ષના રોકાણ પર 50 ટકા સુધી રિટર્ન
Post Office Time Deposits: પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એ ખૂબ જ આકર્ષક રોકાણ વિકલ્પ છે, જે રોકાણકારોને સુરક્ષિત રીતે નાણાંનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. આ યોજનાનું વિશેષ આકર્ષણ એ છે કે પાંચ વર્ષના રોકાણ પર 7.5 ટકા વ્યાજ મળે છે. આ યોજના વિવિધ વય જૂથોના રોકાણકારો માટે યોગ્ય છે, તેમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત રહે છે અને તમે સારા રિટર્નની ખાતરી પણ આપે છે.
આ સ્કીમનો બીજો મોટો ફાયદો એ છે કે તમને ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે, જે તમારી કુલ બચતમાં વધારો કરે છે. જેમાં જુદી-જુદી મુદ્દત માટે જુદા-જુદા વ્યાજદર લાગુ છે. 1 વર્ષ માટે 6.9 ટકા વ્યાજ, 3 વર્ષની મેચ્યોરિટી પર 7 ટકા અને પાંચ વર્ષની મેચ્યોરિટી પર 7.5 ટકા વ્યાજ મળે છે.
પાંચ લાખના રોકાણ પર 50 ટકા રિટર્ન
જ્યારે રોકાણકાર આ યોજનામાં પાંચ લાખનું રોકાણ કરે છે, તો પાંચ વર્ષના અંતે તેને વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, દરવર્ષે રોકાણ પર રૂ. 7.5 ટકા વ્યાજ મળે છે. પાંચ વર્ષના અંતે કુલ 2,24,974 વ્યાજ મળવાપાત્ર હોય છે. જેથી રોકાણકારને રૂ. 5 લાખના રોકાણ પર પાંચ વર્ષના અંતે લગભગ 50 ટકા રિટર્ન મળે છે. કુલ મૂડી રૂ. 724974 થાય છે.
આ પણ વાંચોઃ સુકન્યા સમૃદ્ધિ અને PPFના નિયમોમાં થશે કડકાઇ: પહેલી ઑક્ટોબરથી થશે આ 5 મોટા બદલાવ
ટેક્સમાં છૂટનો લાભ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરતી વખતે રોકાણકારોને ઘણા લાભો મળે છે, જેમાંથી એક મહત્ત્વનો ફાયદો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ છે. આનો અર્થ એ છે કે જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તે રકમ તમારી કુલ આવકમાંથી બાદ કરી શકાય છે, જેના પર ટેક્સ લાગશે નહીં. આ યોજના હેઠળ તમે સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો.
રોકાણ પ્રક્રિયા
ન્યૂનતમ રોકાણઃ રૂ. 1,000
મહત્તમ રોકાણ: કોઈ મર્યાદા નહીં, તમે જેટલું વધુ રોકાણ કરશો તેટલું વધુ વ્યાજ તમને મળશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એ એક સુરક્ષિત અને આકર્ષક રોકાણ વિકલ્પ છે, જે સારા રિટર્ન અને કર લાભો બંને આપે છે. જો તમે તમારી બચત વધારવા માંગો છો, તો આ યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.