પોસ્ટ ઓફિસની આ ડિપોઝિટમાં નજીવા દરે રોકાણનો વિકલ્પ, રિટર્ન પણ બેન્ક એફડી કરતાં વધુ
Post Office Time Deposit Scheme: બેન્ક એફડીમાં ઓછુ વ્યાજ મળી રહ્યું છે, તો પોસ્ટ ઓફિસની આ એફડીમાં રોકાણનો વિકલ્પ છે. જેમાં તમે નજીવા રૂ. 1000ના દરે રોકાણ કરી બેન્ક એફડી કરતાં વધુ સારૂ વ્યાજ મેળવી શકો છો. જેમાં મહત્તમ રોકાણ મર્યાદા લાગૂ નથી.
સરકારી બેન્કોમાં એફડીના દર નીચા છે. તેમજ તેમાં રોકાણ મર્યાદા અને સમય મર્યાદાનું પાલન કરવુ પડે છે. જ્યારે પોસ્ટ ઓફિસની આ ટાઈમ ડિપોઝીટમાં 1થી પાંચ સુધી ડિપોઝીટ કરી શકો છો. મહત્તમ રોકાણ મર્યાદા પણ લાગૂ નથી. જે બેન્કની જેમ જ સુરક્ષિત રોકાણની સાથે શ્રેષ્ઠ રિટર્નનો લાભ લેવા સક્ષમ બનાવે છે.
EPSના સભ્યો માટે ખુશખબર, નવા નિયમમાં 7 લાખ ખાતેદારોને મળશે આ લાભ, જાણો વધુ વિગત
વ્યાજદર
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ 6.5 થી 7.50 ટકા રિટર્ન મળી શકે છે. 5 વર્ષના રોકાણ પર 7.5 ટકા છે. જેમાં ત્રિમાસિક ધોરણે વ્યાજના દરોમાં ફેરફારના આધારે વ્યાજની ગણત્તરી થાય છે. જ્યારે વ્યાજ વાર્ષિક ધોરણે મળવાપાત્ર છે. વ્યક્તિગત ધોરણે, જોઈન્ટમાં કે પછી બાળકો માટે પણ ટાઈમ ડિપોઝિટનો વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં વર્તમાન વ્યાજદરના આધારે 1 વર્ષના રોકાણ પર 6.9 ટકા, 2 વર્ષના રોકાણ પર 7 ટકા, 3 વર્ષના રોકાણ પર 7.1 ટકા વ્યાજ મળે છે.
ટેક્સ ફ્રી રોકાણ
આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80 (સી) અતંર્ગત ટાઈમ ડિપોઝિટમાં કરેલું પાંચ વર્ષ હેઠળનું રોકાણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જેમાં ઉપાડનો વિકલ્પ ડિપોઝિટ શરૂ કર્યાથી છ મહિનાથી માંડી પાંચ વર્ષ સુધી ખુલ્લો છે. અર્થાત ડિપોઝિટ શરૂ કર્યા બાદ અચાનક આવી પડતી જરૂરિયાતમાં રોકાણકાર પોતાનું રોકાણ છ મહિનાની મેચ્યોરિટી બાદ ગમે-ત્યારે પાછું ખેંચી શકે છે.