પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મેચ્યોરિટી પર મળશે 4.5 લાખ સુધીનું વ્યાજ, જાણો કેટલુ રોકાણ કરવુ પડશે
Personal Finance: સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છુકો બેન્ક એફડી સિવાય સરકારની આ યોજનાઓમાં રોકાણ કરી 7 ટકાથી વધુ વ્યાજનો લાભ શકે છે. પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ જારી છે, જેમાં સુરક્ષિત રોકાણ સાથે મેચ્યોરિટીના અંતે આકર્ષક વ્યાજનો લાભ લઈ શકો છો. તદુપરાંત ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.
નાની બચત યોજના અંતર્ગત પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ (Post Office TD) સ્કીમમાં એકસામટુ રોકાણ કરી મબલક વ્યાજ મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ એફડી તરીકે જાણીતી આ સ્કીમમાં ચાર પ્રકારના મેચ્યોરિટી પિરિયડ છે.
વ્યાજનો દર
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ હેઠળ, 1 વર્ષની મુદત માટે 6.9% વ્યાજ
બે વર્ષની ટાઈમ ડિપોઝીટ મુદત માટે, 7.0% વ્યાજ
3 વર્ષની મેચ્યોરિટી પર ટાઇમ ડિપોઝીટ વ્યાજ 7.1%
5 વર્ષ માટે ટાઈમ ડિપોઝીટ સ્કીમ પર 7.5% વ્યાજ
યોજનાનો લાભ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ હેઠળ જોઈન્ટ એકાઉન્ટ અથવા સિંગલ એકાઉન્ટ મારફત લઘુત્તમ રૂ. 1000નું રોકાણ કરી શકો છો. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. પાંચ વર્ષના કાર્યકાળ હેઠળની આ યોજનામાં, આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની વાર્ષિક છૂટ આપવામાં આવે છે. તમે આ યોજના હેઠળ છ મહિના પહેલા પૈસા ઉપાડી શકતા નથી.
10 લાખના રોકાણ પર 4.5 લાખનું વ્યાજ
ધારો કે પૈસાબાઝારના પોસ્ટ ઓફિસ એફડી કેલ્યુલેટર અનુસાર, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ હેઠળ તમે રૂ. 10 લાખનું રોકાણ કર્યું હોય તો તમને પાંચ વર્ષના મેચ્યોરિટી પર રૂ. 4,49,948નું વ્યાજ મળશે. પાંચ વર્ષમાં કુલ રૂ. 14,49,948ની મૂડી ઉભી થશે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.