આ નાની બચત યોજનામાં નિયમિત રોકાણથી આકર્ષક રિટર્ન ઉપરાંત લોન પણ મેળવી શકો છો
Post Office Recurring Scheme: જો તમે જોખમ વિના સારી આવક મેળવવા માંગો છો તો સરકારની નાની બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છે. જેમાં સુરક્ષિત રોકાણ સાથે નિશ્ચિત વ્યાજ પર સારું એવું રિટર્ન મળે છે. પોસ્ટ ઑફિસ નાની બચત યોજનાઓમાં એક લોકપ્રિય સ્કીમ પોસ્ટ ઑફિસ નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઑફિસ આરડી છે. જેમાં આકર્ષક વ્યાજ દર અને તેના પર લોન પણ લેવાની સુવિધા છે.
આ સ્કીમમાં તમે દર મહિને માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરીને 10 વર્ષના ગાળામાં 8 લાખ રૂપિયાની મોટી કમાણી કરી શકો છો. આ યોજનાની વિશેષતા એ છે કે તેના પર સરળતાથી લોન મળી શકે છે. હાલ પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર 6.7 ટકા વ્યાજ મળે છે. જો કે, દર ત્રિમાસિકે વ્યાજમાં ફેરફાર થાય છે.
આ પણ વાંચોઃ શેર ટ્રેડિંગમાં STT ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત... બજેટ પહેલા ઉદ્યોગજગતની નાણામંત્રી સમક્ષ રજૂઆત
લોન પણ લઈ શકો છો
પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો લાભ નજીકની પોસ્ટ ઑફિસમાં જઈ મેળવી શકો છો. જેમાં રૂ. 100ના નજીવા રોકાણ સાથે શરુઆત કરી શકાય છે. જેનો મેચ્યોરિટી પિરિયડ પાંચ વર્ષનો છે. તેમજ આ બચત યોજનામાં લોનની સુવિધા પણ મળે છે. એક વર્ષ સુધી એકાઉન્ટ ચાલુ રાખ્યા બાદ જમા રકમ પર 50 ટકા સુધી લોન મળી શકે છે. જો કે, તેમાં વ્યાજદર આરડીના વ્યાજદર કરતાં 2 ટકા વધુ હોય છે.