Get The App

Post Office Schemes: મહિલાઓને અઢળક ફાયદા પહોંચાડતી પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ, જાણો વિગતે

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
Post Office Schemes: મહિલાઓને અઢળક ફાયદા પહોંચાડતી પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમ, જાણો વિગતે 1 - image


પોસ્ટઓફીસમાં દરેક વર્ગ માટે ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો હોય છે. આજ એવી સ્કીમ વિષે જાણીશું જેમાં ઇન્વેસ્ટ કરીને મહિલાઓ ખબૂ સારું રિટર્ન મેળવી શકે છે.  

Post Office Schemes: પોસ્ટઓફીસ દ્વારા દેશના દરેક વર્ગ માટે સમયસર ઘણા પ્રકારની સ્કીમ લોન્ચ કરવામાં આવે છે. પોસ્ટઓફીસ ઘણી એવી બચત યોજનાઓ ચલાવે છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિલાઓ ખુબ સારું રિટર્ન મેળવી શકે છે. આજ આપને એવી 5 પોસ્ટઓફીસ સ્કીમ વિષે જાણીશું જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પર મહિલાઓને ખુબ સારા રિટર્નની સાથે ટેક્સમાં છૂટનો લાભ મળી શકે છે.

પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમ (PPF)

પબ્લિક પ્રોવિડંડ ફંડ સ્કીમ (PPF) એ એક લાંબા સમયની બચત સ્કીમ છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિલાઓ તેમનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત સરકાર જમા કરાવેલી રકમ પર હાલ 7.1 ટકા વ્યાજ આપે છે. જેમાં એક જ વર્ષમાં તમે વધુમાં વધુ રૂ1 .5 લાખ ઇન્વેસ્ટ કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત તમને ઇન્કમટેક્સની કલમ 80C અંતર્ગત રૂ 1.5 લાખની છૂટ મળે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફીસની એક એવી સ્કીમ છે જે ખાસ કરીને બાળકીઓ માટે જ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ 10 વર્ષની બાળકીના નામે તમે ખતું ખોલાવી શકો છો. આ ખાતામાં તમે રૂ 250 થી લઈને 1.5 લાખ સુધી ઈન્વેસ્ટ કરી શકો છો. આ સ્કીમ હેઠળ જમા રકમ પર હાલ 8 ટકા વ્યાજ મળે છે. 

મહિલા સન્માન બચત યોજના 

મહિલા સન્માન બચત યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક એવી સ્કીમ છે જે ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત મહિલાઓ રૂ 2 લાખ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરીને જમા રકમ પર 7.5 ટકા સુધી વ્યાજ મેળવી શકે છે. આ સ્કીમની  અવધિ 2 વર્ષ માટે છે.

નેશનલ સેવિંગ સર્ટીફીકેટ 

નેશનલ સેવિંગ સર્ટીફીકેટ પણ મહિલાઓ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક સરસ વિકલ્પ છે. આ સ્કીમ હેઠળ તમે રૂ 1000 થી શરુ કરીને કોઈપણ રકમ સુધી રોકાણ કરી શકો છો. તેના પર વ્યાજ 7.7 ટકાના દરે ઉપલબ્ધ છે. આ યોજનાની કુલ અવધિ 5 વર્ષ છે.

પોસ્ટઓફીસ ટાઈમ ડીપોઝીટ સ્કીમ 

પોસ્ટઓફીસ ટાઈમ ડીપોઝીટ સ્કીમ પણ ઇન્વેસ્ટમેન્ટ સારો વિકલ્પ છે. આ સ્કીમ અંતર્ગત તમે દર મહીને એક નક્કી કરેલી ફિક્સ રકમ ખાતામાં જમા કરાવી શકો છે. જેમાં 5 વર્ષની અવધિ પર પોસ્ટઓફીસ 7.5 ટકા વ્યાજદર આપે છે.  


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News