ફ્રાન્સ બાદ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ કરી શકાશે UPI દ્વારા પેમેન્ટ
આ મહિનાની શરૂઆતમાં, ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવર ખાતે UPI સેવાઓ શરૂ કરવામાં આવી હતી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં આ સેવા લોન્ચ કરવામાં આવી હતી
UPI Launch In Moritius-Sri Lanka: હવે ભારતની ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફર સિસ્ટમ યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે. આ બાબતની જાહેરાત ભારતીય હાઈ કમિશને દ્વારા 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આજે 12મી ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથની હાજરીમાં બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રીલંકા-મોરેશિયસમાં યુપીઆઈના લોન્ચ કરશે.
RuPay કાર્ડની પણ સુવિધા થશે શરુ
આ પ્રક્ષેપણ અંગેની માહિતી વિદેશ મંત્રાલયે રવિવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને શેર કરી હતી. શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ભારતથી મોરેશિયસ અને શ્રીલંકા જતા પ્રવાસીઓ અને ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓ પણ આના દ્વારા પેમેન્ટ કરી શકશે. માત્ર યુપીઆઈ જ નહીં, પણ RuPay કાર્ડ સેવા પણ મોરેશિયસમાં શરૂ કરવામાં આવશે.
PM of India @narendramodi, PM of Mauritius @MauritiusPM, and President of Sri Lanka to witness historic launch of UPI and RuPay connectivity with Mauritius and Sri Lanka #UPI - #RuPay on February 12, 2024 at 1:00 PM.
— ReserveBankOfIndia (@RBI) February 11, 2024
Live at: https://t.co/8uDyl9x0A9@DasShaktikanta, @RBI,… pic.twitter.com/KwZL14xY2o
ઓનલાઈન પેમેન્ટની આ સેવા વર્ષ 2016 માં શરુ થઈ
વર્ષ 2016 માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત યુપીઆઈ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેના કારણે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બન્યું છે. IMPS મોડલથી વિકસાવવામાં આવેલ યુપીઆઈ સરળ રીતે સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે. શ્રીલંકા અને મોરેશિયસ પહેલા યુપીઆઈ સુવિધા ફ્રાન્સ, સિંગાપોર, યુએઈ, નેપાળ અને ભૂતાનમાં સક્રિય છે.