બિઝનેસ કરવા સરકાર કરે છે આર્થિક મદદ, હવે લોનની મર્યાદા પણ વધારીને 20 લાખ કરાઈ
PM Mudra Yojna 20 Lakh Loan: નવો બિઝનેસ શરૂ કરવા અથવા વિસ્તરણ કરવા માટે ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ હવે પીએમ મુદ્રા યોજના હેઠળ રૂ. 20 લાખ સુધીની લોન લઈ શકશે. પીએમ મુદ્રા યોજનાની લોન ફાળવણી મર્યાદા રૂ. 10 લાખથી વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે.
પીએમ મુદ્રા યોજનાની શરૂઆત 2015માં થઈ હતી, આ યોજના હેઠળ 3 કેટેગરીમાં લોન નિર્ધારિત કરવામાં આવ્યા હતા. પ્રથમ શિશુ લોન, જેમાં રૂ. 50 હજાર સુધીની લોન ફાળવવામાં આવે છે, બીજુ કિશોર લોન, જેમાં રૂ. 50 હજારથી રૂ. 5 લાખ સુધીની લોન ફાળવવામાં આવે છે, ત્રીજુ તરૂણ લોન જેમાં રૂ. 5 લાખથી રૂ. 10 લાખની લોન મળે છે, પરંતુ હવે તે મર્યાદા વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઑસ્ટ્રેલિયા ફરવા જતાં ભારતીયો પણ કરી શકશે ડોલરમાં કમાણી, આ શરતો માનવી પડશે
કોને મળશે લાભ?
મુદ્રા યોજનાનો લાભ લેવા માટે અરજદારોની વયમર્યાદા રૂ. 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો તમે શિશુ, કિશોર અને તરૂણ લોન માટે અરજી કરી શકો છો. ઉલ્લેખનીય છે, રૂ. 20 લાખની તરૂણ લોન લેવા માટે જૂની બાકી લોન ચૂકવવી આવશ્યક છે. જો કોઈના નામ પર જુની મુદ્રા લોન બાકી હોય તો તેને નવી લોન મળી શકશે નહીં.
આ રીતે કરો અરજી
- મુદ્રા યોજના માટે અરજી કરવા www.mudra.org.in પર ક્લિક કરો.
- હોમ પેજ પર શિશુ, કિશોર અને તરૂણ લોનમાંથી કોઈ એક વિકલ્પ પર ક્લિક કરો.
- હવે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવો.
- ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજોનો ફોટો કોપી કરાવો.
- હવે આ ફોર્મ નજીકની બેન્ક કે એનબીએફસી કંપનીમાં જમા કરાવો.