Union Budget 2024: PM કિસાન યોજનાથી માંડીને 5 લાખની લોન સુધી.. બજેટમાં ખેડૂતોને મળી શકે છે આ ખાસ ભેટ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Union Budget 2024: PM કિસાન યોજનાથી માંડીને 5 લાખની લોન સુધી.. બજેટમાં ખેડૂતોને મળી શકે છે આ ખાસ ભેટ 1 - image


PM Kisan Yojana : નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0 ના પહેલાં બજેટ ભાષણમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વધારી શકે છે. PM Kisan Yojana ના અંતગર્ત વાર્ષિક હપ્તાની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરવામાં આવી શકે છે અને આ રકમ ખેડૂતોને વાર્ષિક ચાર હપ્તામાં આપી શકે છે. 

એકપર્ટનું માનીએ તો બજેટમાં ખેડૂત્ની આવક વધારવા પર ફોકસ રહેશે. આ ઉપરાંત કેસીસીની લિમિટ પણ વધારી શકાય છે. ખેડૂત ક્રેડિત કાર્ડની લિમિટ 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ખેડૂતોને સરળતાથી લોન મળી શકે છે. 

પીએમ કિસાન યોજનાને લઇને શું થશે જાહેરાત? 

મીડિયા અહેવાલોમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પીએમ ખેડૂત યોજના (PM Kisan Yojana) ના અંતગર્ત વાર્ષિક 6000 રૂપિયાની રકમને વધારીને 8,000 રૂપિયા સુધી કરી શકે છે. તો બીજી તરફ ન્યૂનતમ ગેરેન્ટી યોજના અંતગર્ત ચૂકવણી વધારવા અને મહિલા ખેડૂતો નાણાકીય મદદનો વિસ્તાર કરી શકે છે. અત્યારે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતગર્ત 6 હજાર રૂપિયાની રકમ દર ચાર મહિને 2000 રૂપિયા આપે છે. 

કેસીસી માટે કેટલું વ્યાજ? 

કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ 9% નું વ્યાજદર હોય છે. આ યોજનામાં 2% ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. જો એક વર્ષ પુરૂ થતાં જ ખેડૂતો લોન ચૂકવી દે છે તો ખેડૂતોને 3 ટકાની વધારાની છૂટ આપવામાં આવે છે. આ પ્રકારે આ લોનનું વ્યાજ દર ફક્ત 4 ટકા રહે છે. એટલા માટે દેશની સૌથી લોન કહેવામાં આવે છે, જે ભારતના ખેડૂતોને મળે છે. 

ક્યારે શરૂ થઇ હતી યોજના? 

આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ કેન્દ્ર સરકારે વર્ષ 1998 માં શરૂ કરી હતી. તેનો ફાયદો ભારતનો કોઇપણ ખેડૂત લઇ શકે છે. આ સ્કીમ અંતગર્ત સસ્તી લોન પ્રોવાઇડ કરાવવામાં આવે છે. તેમાં ખેડૂત 3 લાખ રૂપિયા સુધીની લોન ચાર ટકા વ્યાજ પર આપવામાં આવે છે. 


Google NewsGoogle News