Get The App

ખેડૂતો માટે ખુશખબર : દિવાળી પહેલા ખાતામાં જમા થશે PM કિસાન યોજનાના 2 હજાર રૂપિયા

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ખેડૂતો માટે ખુશખબર : દિવાળી પહેલા ખાતામાં જમા થશે PM કિસાન યોજનાના 2 હજાર રૂપિયા 1 - image


PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 18મા હપ્તાની રાહ જોઈ રહેલા પીએમ કિસાનના લાભાર્થીને જલ્દીથી 18મો હપ્તો મળી જશે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર, PM Kisanનો 18મો હપ્તો 5 ઑક્ટોબર 2024ના દિવસે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે રજિસ્ટ્રેશન કર્યું છે તો તમારે જલ્દી e-KYCનું કામ પતાવવું પડશે. યોજનાના નિયમ મુજબ, પીએમ કિસાન યોજનાનો ફાયદો એ જ ખેડૂતોને મળશે જેનું e-KYC અને લેન્ડ વેરિફિકેશનનું કામ પૂરું હશે. 

આ પણ વાંચોઃ 100થી વધુ વસ્તુઓ સસ્તી થવાની તૈયારીમાં, GSTના 12% સ્લેબમાં મોટા કાપ અંગે ચર્ચા

શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના? 

પીએમ કિસાન સન્માન નિધિ કેન્દ્ર સરકારની એક યોજના છે. જેને ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાને એવા ખેડૂતોની નાણાંકીય મદદ માટે લોન્ચ કરી હતી, જેની પાસે પોતાની જમીન છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દર વર્ષે ત્રણ હપ્તામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. 

અત્યાર સુધી ભારત સરકારે 17 હપ્તામાં 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં 3.24 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. આ યોજના હેઠળ મળતાં 6 હજાર રૂપિયા ખેડૂતોને ખેતીના બીજ, ખાતર અને ખેતી સાથે જોડાયેલા ઉપકરણો વગેરે ખરીદવા માટે મદદ કરે છે. 

આ પણ વાંચોઃ કાર ખરીદદારો સીએનજી તરફ વળ્યા, વેચાણમાં વાર્ષિક ધોરણે 46 ટકાનો વધારો

કોણ લાભ લઈ શકશે?

જે ખેડૂતો પાસે પોતાના નામે કૃષિયોગ્ય જમીન છે, તે આ યોજનાનો લાભ લઈ શકે છે. 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીનવાળા નાના અને ગરીબ ખેડૂત પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે.

પીએમ-કિસાન માટે e-KYC કેવી રીતે કરવું?

  • સૌથી પહેલાં PM Kisan ની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાવ.
  • ત્યારબાદ Farmers Corner સિલેક્ટ કરો.
  • હવે e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
  • તેમાં તમારો આધાર નંબર ઉમેરો અને Get OTP ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા OTP ને એન્ટર કરીને સબમિટ કરી દો.


Google NewsGoogle News