શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી પણ મહિલાઓને થયો મોટો ફાયદો, 3 મહિનાના આંકડા સામે આવ્યાં

Updated: May 16th, 2024


Google NewsGoogle News
શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી પણ મહિલાઓને થયો મોટો ફાયદો, 3 મહિનાના આંકડા સામે આવ્યાં 1 - image


PLFS for Urban Joblessness: દેશમાં બેરોજગારીનું પ્રમાણ વાર્ષિક ધોરણે નજીવા ધોરણે ઘટતુ જોવા મળ્યુ છે, જ્યારે ત્રિમાસિક ધોરણે નજીવી વૃદ્ધિ જોવા મળી છે.  2023-24ના ત્રીજા ત્રિમાસિકમાં બેરોજગારીનો દર 6.5 ટકા હતો. જે ચોથા ત્રિમાસિકમાં 0.2 ટકા વધી 6.7 ટકા થયો છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)માં આ આંકડાઓ જારી કરવામાં આવ્યા છે.

એક વર્ષમાં સુધારો નોંધાયો

શહેરી વિસ્તારોમાં રોજગારી એક વર્ષમાં વધી છે. 2022-23માં ચોથા ત્રિમાસિકમાં બેરોજગારી દર 6.8 ટકા હતો. જે 2023-24ના ચોથા ત્રિમાસિકમાં ઘટી 6.7 ટકા થયો છે. જે છેલ્લા એક વર્ષમાં 0.1 ટકાનો સુધારો દર્શાવે છે.

મહિલાઓએ સૌથી વધુ નોકરી મેળવી

રોજગારી મામલે મહિલાઓની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. મહિલાઓમાં ગતવર્ષે બેરોજગારી દર 9.2 ટકા હતો. જે ઘટી માર્ચ ત્રિમાસિકમમાં 8.5 ટકા થયો છે. પુરૂષોમાં બેરોજગારી દર ગતવર્ષે 6 ટકાની તુલનાએ વધી 2023-24ના ચોથા ત્રિમાસિકમાં 6.1 ટકા નોંધાયો છે.

શ્રમ બળ ભાગીદારી વધી

છેલ્લા એક વર્ષમાં શ્રમ બળ ભાગીદારી દરમાં વધારો થયો છે. જાન્યુઆરી-માર્ચ, 2023માં 48.5 ટકા હતો. જે એક વર્ષ પહેલાં 50.2 ટકા હતો. આ ભાગીદારી 15 વર્ષ કે તેથી વધુ વયજૂથમાં વધી છે. જેમાં પુરૂષોની સંખ્યા 73.5 ટકાથી વધી 74.4 ટકા અને મહિલાઓની ભાગીદારી 22.7 ટકાથી વધી 25.6 ટકા થઈ છે.

શું છે શ્રમ બળ ભાગીદારી?

શ્રમ બળ ભાગીદારીમાં 15થી 64 વર્ષની વયજૂથ ધરાવતી વસ્તીને આવરી લેવામાં આવે છે. જે રોજગાર મેળવવા લાયકાત ધરાવે છે. PLFSની શરૂઆત નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO) દ્વારા 2017માં કરવામાં આવી હતી.

  શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી પણ મહિલાઓને થયો મોટો ફાયદો, 3 મહિનાના આંકડા સામે આવ્યાં 2 - image


Google NewsGoogle News