PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે જરૂરિયાત સમયે મોટી રકમ ઉપાડી શકાશે
PF Withdrawal Latest News: જો તમે પ્રોવિડન્ટ ફંડમાં ખાતુ ધરાવતા હોવ તો આ મહત્ત્વના સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે પીએફ ઉપાડની મર્યાદા રૂ. 50 હજારથી વધારી રૂ. 1 લાખ કરી દીધી છે. આ ફેરફારની માહિતી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુ માંડવિયાએ આપી છે. તેમણે જણાવ્યું કે, તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)માં યોગદાન આપો છો અને ઓચિંતી આવી પડતી જરૂરિયાત દરમિયાન ફંડ ઉપાડવા માગો છો.તો હવે વધુ રકમ ઉપાડનો લાભ મળશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, EPF ખાતાધારકોને રાહત આપતી વખતે સરકારે કેટલાક નિયમોમાં પણ રાહત આપી છે. આ હેઠળ, જો કર્મચારી નવી નોકરીના પ્રથમ છ મહિનામાં નોકરી છોડી દે છે, તો તેને પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ લાંબો સમય રાહ જોવી પડતી હતી, પરંતુ હવે પીએફ યુઝર્સ પ્રથમ છ મહિનામાં પણ ઉપાડ કરી શકે છે. તે તેમના પૈસા છે. કેન્દ્રીયમંત્રી માંડવિયાએ પીએફ સંબંધિત નવા અપડેટ્સ પર સંકેત આપતા કહ્યું કે સરકાર ફરજિયાત ભવિષ્ય નિધિ યોગદાન માટે આવક મર્યાદા વધારવાની પણ યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે, EPFO હાલમાં પીએફ ખાતાધારકોને જમા કરાયેલા નાણાં પર 8.25% વ્યાજ આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ EPF માંથી પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું ધ્યાન રાખજો! નહીં તો અરજી રિજેક્ટ થવાની શક્યતા
આ કિસ્સામાં પીએફમાંથી રકમ ઉપાડી શકાશે
1. તબીબી સારવાર, શિક્ષણ અથવા કુટુંબ-સંબંધિત કટોકટીઓ, ઘરનું રિનોવેશન સહિતના કિસ્સામાં સામાન્ય રીતે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા સ્વીકારવામાં આવે છે.
2. EPFO મેમ્બર ઈ-સર્વિસિઝ પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)ની મુલાકાત લો અને તમારા UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર), પાસવર્ડ અને કેપ્ચાનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
3. એકવાર લોગ ઇન થઈ ગયા પછી, 'ઓનલાઇન સર્વિસિઝ' ટેબ પર જાઓ અને ડ્રોપ-ડાઉન મેનૂમાંથી 'ક્લેમ(ફોર્મ-31, 19, 10C અને 10D)' પસંદ કરો.
4. બાદમાં તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, જન્મ તારીખ અને અન્ય માહિતીની ચકાસણી કરો. ખાતરી કરો કે તમારી આધાર લિંક અને KYC વિગતો અપડેટ થયેલ છે.
5. આંશિક ઉપાડ માટે ફોર્મ 31 પસંદ કરો અને યાદીમાંથી ઉપાડ માટેનું કારણ પસંદ કરો.
6. એકવાર તે સબમિટ કર્યા પછી, તમને તમારા આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. દાવાને પ્રમાણિત કરવા માટે આ OTP દાખલ કરો.
7. સબમિશન પછી તમે 'ઓનલાઈન સર્વિસિઝ' ટેબમાં 'ટ્રેક ક્લેઈમ સ્ટેટસ' વિકલ્પ હેઠળ તમારા ક્લેમની સ્થિતિને ટ્રેક કરી શકો છો.
8. સામાન્ય રીતે, EPFO દ્વારા તમારા રજિસ્ટર્ડ બેન્ક ખાતામાં 7-10 કામકાજી દિવસોમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.