દુનિયાભરમાં પેટ્રોલના ભાવ ગગડ્યાં, ભુતાન-પાકિસ્તાન જેવા ગરીબ દેશમાં પણ ભારત કરતાં સસ્તું
Petrol Price Today: છેલ્લા એક સપ્તાહથી ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ઈન્ટરનેશનલ ઓઈલ બેન્ચમાર્કના આધારે ભાવમાં ફેરફાર કરતી ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. દેશમાં પેટ્રોલનો આજનો સરેરાશ ભાવ રૂ. 103.44 પ્રતિ લિટર આસપાસ છે. ભારતમાં ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓ એપ્રિલ બાદથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતમાં સૌથી સસ્તુંંં ઈંધણ વેચાતું કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન નિકોબાર છે. જ્યાં પેટ્રોલની કિંમત રૂ. 82.42 પ્રતિ લિટર અને ડીઝલ રૂ. 78.01 પ્રતિ લિટર છે. ઉલ્લેખનીય છે, રાજ્યવાર ડ્યૂટી અને સેસ અલગ અલગ હોવાથી ભાવ અલગ અલગ હોય છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 94.77 પ્રતિ લિટર આસપાસ છે.
નવેમ્બરમાં ભાવ ઘટશે?
ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પંદર દિવસના ગાળામાં ઈન્ટરનેશનલ ઓઈલ બેન્ચમાર્કના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરતી હોય છે. જેથી વર્તમાન ભાવ ઘટાડાને ધ્યાનમાં લેતાં અપેક્ષા છે કે, નવેમ્બરની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુંં થઈ શકે છે. ક્રૂડના ભાવમાં ઘટાડાના લીધે વિશ્વભરના અનેક દેશો ખાસ કરીને ભારતના પાડોશી દેશોમાં પેટ્રોલ સસ્તુંં થયું છે. શ્રીલંકા સિવાય ભૂતાન, બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, મ્યાનમારમાં પણ ભારત કરતાં પેટ્રોલ રૂ. 37 સસ્તુંં મળી રહ્યું છે.
છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડ 7 ટકા સસ્તુંં થયું
ચીન દ્વારા આર્થિક વૃદ્ધિમાં રિકવરી માટે રાહત પેકેજ જારી કરવામાં આવતાં ક્રૂડની માગ વધી છે. જો કે, મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સપ્લાયમાં અછત સર્જાય તે ભીતિ વચ્ચે ક્રૂડના ભાવ છેલ્લા એક સપ્તાહમાં 7 ટકા ઘટ્યા છે. જો કે, આજે અરામ્કોના સીઈઓએ ચીનની માગ પ્રત્યે બુલિશ વલણ જાહેર કરતાં ક્રૂડના ભાવ સ્થિર થયા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ આજે 8 સેન્ટ વધી 73.14 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ? NSE એ કરી દીધી ચોખવટ, આ છે ટાઈમિંગ અને તેનું મહત્ત્વ
પાકિસ્તાનમાં પેટ્રોલ 26 રૂપિયા સસ્તુંંં
પાકિસ્તાનમાં આજે પેટ્રોલનો ભાવ પાકિસ્તાની રૂ. 247 પ્રતિ લિટર છે. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો પાકિસ્તાનમાં રૂ. 74.80 પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. જ્યારે ભારતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ 103.44 પ્રતિ લિટર છે. જ્યારે નેપાળમાં રૂ. 98, ચીનમાં રૂ. 95.14 પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ રૂ. 85.09 પ્રતિ લિટર, મ્યાનમારમાં 83.70 પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. ભૂતાનમાં પેટ્રોલ ભારતની તુલનાએ રૂ. 37 સસ્તુંં છે.
શ્રીલંકામાં પેટ્રોલ મોંઘુ
ભારતના પાડોશી દેશોમાં માત્ર શ્રીલંકામાં પેટ્રોલ ભારતની તુલનાએ મોંઘુ મળી રહ્યું છે. અહીં પેટ્રોલનો ભાવ રૂ. 108.06 પ્રતિ લિટર આસપાસ છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ દરમિયાન ક્રૂડના ભાવ રેકોર્ડ 130 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યા હતા. જો કે, બાદમાં ઘટી 90 ડોલર પ્રતિ બેરલ થયા હતા. ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર જોવા મળી હતી. પરંતુ ગત સપ્તાહથી ક્રૂડના ભાવ સતત ઘટ્યા હતા. પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયો પાડોશી દેશની કરન્સી કરતાં મજબૂત
ઉલ્લેખનીય છે, ભારતીય રૂપિયો તેના પાડોશી દેશોની કરન્સી કરતાં મજબૂત છે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળની કરન્સી સામે ભારતીય રૂપિયો મજબૂત છે. ચીનના યુઆન કરતાં ભારતીય રૂપિયો વધુ મૂલ્ય ધરાવે છે. પરંતુ તેની કુલ આવક, ખાધને ધ્યાનમાં લેતાં ભારતીય રૂપિયો ચીનના યુઆન કરતાં નબળો છે.