Get The App

તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો, તો પેટ્રોલ પંપ ડીલરને કેટલી થાય કમાણી? જાણો

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
તમે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવો છો, તો પેટ્રોલ પંપ ડીલરને કેટલી થાય કમાણી? જાણો 1 - image


Petrol Pump Dealer Commission profit : ભારતમાં પેટ્રોલની કિંમત ખૂબ વધારે છે. ત્યારે આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે પેટ્રોલ વેચતા પંપ માલિકો આમાંથી કેટલી આવક મેળવે છે. તેમને કેટલું કમિશન મળે છે? આવો આજે આ સવાલનો જવાબ જાણીએ.

આ પણ વાંચો : લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદી સસ્તા થયાં, આ સપ્તાહે રૂ. 3000થી વધુનો ઘટાડો, જાણો આગામી સ્થિતિ

કમિશનનો દર દરેક જગ્યાએ સમાન હોય છે

હાલ ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત આશરે 94-95 રૂપિયા પ્રતિ લિટર છે. બિહારમાં 106 રૂપિયામાં મળે છે. જ્યારે આંદામાન અને નિકોબારમાં તે 82 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ રીતે પેટ્રોલના દર દરેક જગ્યાએ અલગ-અલગ હોય છે. જેના કારણે કમાણી/આવક સ્થળ પ્રમાણે બદલાય છે. જો કે, કમિશનનો દર દરેક જગ્યાએ સમાન છે.

પેટ્રોલ પર 1,868.14 રૂ. કમિશન પ્રતિ કિલોલિટર

આવો હવે એ જાણીએ કે, પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ વેચીને કેટલી કમાણી કરે છે. હકીકતમાં ઓપરેટરોને પેટ્રોલના વેચાણ માટે લિટર દીઠ કમિશન મળે છે. એ તેમનો નફો છે. ડીલરોને પેટ્રોલ માટે 1,868.14 રૂપિયા પ્રતિ કિલોલિટર અને ડીઝલ માટે 1,389.35 રૂપિયા કમિશન મળે છે.

આ પણ વાંચો : GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ

એક લિટર પર લગભગ 2 રૂપિયાનું કમિશન મળે

હવે જાણી લો કે એક કિલોલિટર એટલે એક હજાર લિટર પેટ્રોલ. આ હિસાબે એક લિટર પર લગભગ 2 રૂપિયાનું કમિશન મળે છે. આ હિસાબે 100 રૂપિયાનું પેટ્રોલ વેચીને પંપ માલિકો લગભગ 2.5 રૂપિયા કમાણી કરે છે. આ ઉપરાંત એક લિટર પેટ્રોલ માટે આપણે જેટલી કિંમત ચૂકવીએ છીએ. તે કિંમતનો લગભગ અડધો ભાગ ટેક્સમાં જાય છે. આ ટેક્સમાં કેન્દ્ર અને રાજ્યનો પણ હિસ્સો હોય છે. 


Google NewsGoogle News