Get The App

પેટ્રોલ-ડીઝલમાં રૂ.15નો ઘટાડો, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે અહીં આપી મોટી રાહત

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલને લઈને આપી મોટી ભેટ

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 15 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ-ડીઝલમાં રૂ.15નો ઘટાડો, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે અહીં આપી મોટી રાહત 1 - image


Petrol-Diesel Price Cut: સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડો આજથી લાગુ થઈ ગયો છે.

દેશભરમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો

લક્ષદ્વીપના તમામ ટાપુઓમાં પેટ્રોલ ડીઝલની કિંમત હવે પેટ્રોલ માટે 100.75 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ માટે 95.71 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કર્યા પહેલા જ લેવામાં આવ્યો છે. 

પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયએ આપી જાણકારી 

પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા અંગે જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આપી હતી. મંત્રાલયે કહ્યું કે લક્ષદ્વીપમાં IOCL ચાર ટાપુઓ કાવારત્તી, મિનિકોય, એન્ડ્રોટ અને કાલપેનીને પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે. IOCL પાસે કાવારત્તી અને મિનિકોયમાં ડેપો છે. આ ડેપોને સપ્લાય કોચી, કેરળના IOCL ડેપોમાંથી કરવામાં આવે છે.

શુક્રવારે દેશભરમાં કિંમતોમાં ઘટાડો થયો હતો

આ પહેલા શુક્રવારે સરકારી ઓઈલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ રાજસ્થાન સરકારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. જેના કારણે રાજ્યને ભાવમાં બમણો નફો મળ્યો હતો. શુક્રવારે ઘટાડા પહેલા સરકારી તેલ કંપનીઓએ 21 મે 2022ના રોજ એટલે કે 22 મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલમાં રૂ.15નો ઘટાડો, ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે અહીં આપી મોટી રાહત 2 - image


Google NewsGoogle News