રૂ.10 સુધી સસ્તા થશે પેટ્રોલ-ડીઝલના ભાવ, તેલ કંપનીઓ આ મહિને આપી શકે છે ગુડ ન્યૂઝ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
રૂ.10 સુધી સસ્તા થશે પેટ્રોલ-ડીઝલના ભાવ, તેલ કંપનીઓ આ મહિને આપી શકે છે ગુડ ન્યૂઝ 1 - image


Image Source: Twitter

-  ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને લગભગ 75 ડોલર પ્રતિ બેરલના નજીક પહોંચી ગયા છે

નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર

Petrol Diesel Price: એપ્રિલ 2022 બાદથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં તેમની આ આતુરતાનો અંત આવશે. સામાન્ય જનતાને ટૂંક સમયમાં રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5થી 10 રૂપિયાનો ઘટાડો આવી શકે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને લગભગ 75 ડોલર પ્રતિ બેરલના નજીક પહોંચી ગયા છે પરંતુ ભારતમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો પરંતુ હવે ટૂંક સમયમાં તમને ગુડ ન્યૂઝ મળશે.

ઓઈલ કંપનીઓને નફો

તેલ કંપનીઓનો નફો ડિસેમ્બર 2023 ક્વાર્ટર સુધી વધીને 75000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેલ કંપનીઓના વધતા નફાને ધ્યાનમાં રાખી એવી આશા રાખવામાં આવી રહી છે કે, કંપનીઓ સામાન્ય લોકોને રાહત આપી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. નફામાં વધારા સાથે જ તેલ કંપનીઓએ પ્રાઈઝિંગ રિવ્યૂના સંકેત આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 10 રૂપિયા પ્રતિ લિટર પ્રોફિટ માર્જિન થઈ શકે છે. કંપનીઓ તેલના ભાવમાં ઘટાડો કરીને આ માર્જિન ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

ક્રૂડ ઓઈલની કિંમત

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે તેલ કંપનીઓનો નફો વધ્યો છે. હાયર માર્જિનના કારણે તેલ કંપનીઓએ તગડો નફો થયોછે. બીજી તરફ તેમને થયેલી ખોટની ભરપાઈ પણ થઈ ચૂકી છે. નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને 5826.96 કરોડ રૂપિયાનો નફો થયો હતો. બીજી તરફ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 8244 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ થયુ હતું. સરકાર દેશની ત્રણ મોટી ઓઈલ કંપનીઓમાં મુખ્ય પ્રમોટર અને મેજોરિટી શેરહોલ્ડર છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ત્રણેય ઓઈલ કંપનીઓનું કમ્બાઈન નેટ પ્રોફિટ 57,091.87 કરોડ રહ્યું હતું જે નાણાકીય વર્ષ 2022-23 થી 4,917% વધુ રહ્યુ છે.



Google NewsGoogle News