પેટ્રોલ-ડીઝલમાં થઇ શકે છે 20 રુપિયા સુધીનો ઘટાડો, બસ એક નિર્ણય લેવાય તે જરુરી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ-ડીઝલમાં થઇ શકે છે 20 રુપિયા સુધીનો ઘટાડો, બસ એક નિર્ણય લેવાય તે જરુરી 1 - image


નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનું વિચારી રહી છે. જો એમ થાય તો પેટ્રોલ અને ડીઝલ એક લિટરે 20 રુપિયા જેટલું સસ્તું થઇ શકે છે.  પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી સાથે જોડવાથી તેલ  કંપનીઓને ઇનપુટ પર ચુકવવામાં આવતા કરને ઘટવામાં મદદ મળશે એટલું જ નહી દેશ ભરમાં ઇંધણ પરના ટેકસમાં પણ સમાનતા આવશે.

કિંમતની અસમાનતા ઓછી થશે અને લગભગ પેટ્રોલ અને ડીઝલની કિંમત એકસરખી થશે. જીએસટીના પરિષદની ૫૩મી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં સામેલ કરવા માટે તૈયાર છે. હવે રાજયોએ આનો નિર્ણય લેવાનો છે જેમાં સાથે મળીને દર નકકી કરવાના છે.

જો જીએસટી પર સહમતિ શકય બને તો પેટ્રોલિયમ ઉત્પાદનો પર સૌથી વધુ 28 ટકા જેટલો જીએસટી લગાવી શકાય છે. જો આમ થાયતો પેટ્રોલ પર 19.71 પ્રતિલિટર અને ડીઝલ 12.83 રુપિયા પ્રતિ લિટર રાહત મળી શકે છે જો કે સરકારને કર સ્વરુપે મળતી આવક પર સીધી અસર પડી શકે છે. 


Google NewsGoogle News