Get The App

હોમ લોનમાં ટોપ અપ લોન પર આકરૂં વલણ, લોનધારકો પર ચાંપતી નજર રાખવા ભલામણ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Home Loan Top UP Loan


RBI Wants To launch Monitering Mechanism For Top-up Loan: રિઝર્વ બેન્કના ગવર્નરે ગુરુવારે એમપીસીની બેઠક બાદ હોમ અને ઓટો લોનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બેન્કોએ હોમ અને ઓટો લોન પર ટોપ અપ લોનના વિતરણ માટે મોનિટરિંગ મિકેનિઝમ બનાવવું જોઈએ. જો કે આ તમામ બેન્કોનો મુદ્દો નથી, પરંતુ આવી સમસ્યા માત્ર કેટલીક બેન્કોમાં જ છે, જેથી આ અંગે યોગ્ય મિકેનિઝમ બનાવવું જોઈએ.

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બેન્કો અને અન્ય ફાઇનાન્સ કંપનીઓ ટોપ અપ લોનના વિતરણમાં નિયમોનું પાલન કરી રહી નથી. તેની અસર નાણાકીય ક્ષેત્રની સ્થિરતા પર પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં બેન્કો અને એનબીએફસીએ ગંભીરતાથી વિચારવું પડશે. ટોપ અપ લોન વિતરણની રીત અને તેના ખર્ચ પર દેખરેખ રાખવા અને તેની ચકાસણી કરવા માટે એક સિસ્ટમ બનાવવી જોઈએ, જેથી ગંભીર સમસ્યાને ટાળી શકાય.

સમસ્યા ક્યાં થઈ રહી છે

હોમ લોન ટોપ-અપમાં વધારો એ તમામ બેન્કોનો મુદ્દો નથી, પરંતુ તે માત્ર અમુક એકમો સુધી મર્યાદિત છે. 'ટોપ-અપ હાઉસિંગ લોનમાં રેગ્યુલેટરી આવશ્યકતાઓનું કેટલાક એન્ટિટી દ્વારા પાલન કરવામાં આવતું નથી અને તે માત્ર સિસ્ટમ સુધી મર્યાદિત નથી. પરંતુ સુપરવાઈઝરી સ્તરે પણ જોવા મળી છે.

આ પણ વાંચોઃ હવે ટેક્સની ચૂકવણી પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં, આરબીઆઇ UPI લિમિટ વધારશે

ટોપ-અપ લોનનો ઉપયોગ સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં થવાનો ભય

બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) પણ ગોલ્ડ લોન જેવી અન્ય ગેરેંન્ટેડ લોન પર ટોપ-અપ ઓફર કરે છે. ટોપ-અપ લોન એ રિટેલ લોન તેમજ હોમ લોનની ટોપ પર લેવામાં આવતી લોન છે. ગવર્નરે કહ્યું કે, આવી પ્રક્રિયાઓને કારણે લોનની રકમનો ઉપયોગ નોન-પ્રોડક્ટ એરિયામાં અથવા સટ્ટાકીય હેતુઓ માટે થઈ શકે છે. તેથી, બેન્કો અને NBFCને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી પ્રક્રિયાઓની સમીક્ષા કરે અને સુધારાત્મક પગલાં લે.

બેન્કોએ લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો, રિસ્ક વેઇટીંગ અને ટોપ-અપ્સના સંદર્ભમાં ફંડના અંતિમ ઉપયોગ પર દેખરેખ રાખવા સંબંધિત નિયમનકારી નિર્દેશોનું પાલન કરવું જોઈએ. લોન અને ડિપોઝિટ ગ્રોથ વચ્ચેનો તફાવત એસેટ લાયબિલિટી અસંતુલન અથવા લિક્વિડિટી મેનેજમેન્ટ સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ કારણે બેન્કિંગ સિસ્ટમને માળખાકીય પ્રવાહિતાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ટોપ-અપ લોન શું છે

હોમ લોન અને ઓટો લોન સહિત અમુક પ્રકારની લોન પર બેન્કો અને એનબીએફસી ખાસ કરીને  વધારાની ટોપ-અપ ક્રેડિટ લેવાની મંજૂરી આપે છે. સાદા અર્થમાં મૂડીની જરૂરિયાતને પૂરી કરવા લોન પર લેવામાં આવતી લોનને ટોપ-અપ લોન કહે છે.   હોમ લોનમાં ટોપ અપ લોન પર આકરૂં વલણ, લોનધારકો પર ચાંપતી નજર રાખવા ભલામણ 2 - image


Google NewsGoogle News