Get The App

કરોડપતિ બનવું હોય તો અપનાવો આ રણનીતિ, અચાનક આવી જતાં ખર્ચાઓ પણ નહીં નડે

Updated: May 13th, 2024


Google NewsGoogle News
કરોડપતિ બનવું હોય તો અપનાવો આ રણનીતિ, અચાનક આવી જતાં ખર્ચાઓ પણ નહીં નડે 1 - image

Image: FreePik


Personal Investments for Retirement: આજની સતત વધતી મોંઘવારી અને ડિજિટલ યુગમાં રોટી-કપડાં-મકાન હોવા પૂરતા નથી, પરંતુ મોજશોખ, લકઝરી લાઈફ સ્ટાઈલ પણ મોટાભાગના લોકોની ખાસ કરીને યુવાનોની બકેટ વિશ લિસ્ટ (Bucket Wish List)માં સામેલ થઈ છે. આ જરૂરિયાતોને પૂરી કરવાની સાથે ભવિષ્યમાં આવનારા પડકારો, રિટાયરમેન્ટને અડચણમુક્ત અને સુખ-શાંતિથી પસાર કરવા લાંબાગાળે વેલ્થ ક્રિએશનનો લક્ષ્ય પણ તમારા બકેટ લિસ્ટમાં હોવો અત્યંત જરૂરી છે.

લાંબાગાળે અર્થાત 25થી 30 વર્ષે કરોડથી વધુનું મૂડી સર્જન કરવા માટે તમે થ્રી બકેટ સ્ટ્રેટેજી (Three Bucket Strategy) અપનાવી શકો છે. અમેરિકાના ફાઈનાન્સિયલ એડવાઈઝર હેરોલ્ડ ઈવેન્સ્કીએ 1980માં થ્રી બકેટ સ્ટ્રેટેજી રજૂ કરી હતી.

થ્રી બકેટ સ્ટ્રેટેજી

આ રણનીતિ અંતર્ગત તમારી વર્તમાન, શોર્ટ-મીડ-લોંગ ટર્મ માટે નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા ત્રણ અલગ-અલગ બકેટમાં રોકાણ કરી શકો છો. આ રણનીતિ અંતર્ગત ટૂંકાગાળા માટે લિક્વિડિટી પર ફોકસ, મધ્યમ ગાળાની જરૂરિયાતોને અનુલક્ષી લિક્વિડિટી અને રિટર્ન વચ્ચે સંતુલન જાળવવા તેમજ લાંબાગાળાની મૂડી જરૂરિયાતો માટે મૂડી સર્જન પર ફોકસ કરી શકો છો. 

આ રણનીતિ અપનાવી તમે ટૂંકાગાળાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે લાંબાગાળે મૂડી સર્જનની તમામ નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકો છો.

કેવી રીતે કરશો રોકાણ

1. લિક્વિડિટી બકેટઃ 

સૌ પ્રથમ તમે રોકાણ માટે ફાળવેલી રકમને ત્રણ ભાગમાં વહેંચો. જેમાં પ્રથમ છે લિક્વિડિટી બકેટ જે ટૂંકગાળાની રોકડ જરૂરિયાતો પૂર્ણ કરે છે. જેમાં માસિક ખર્ચ, સ્વાસ્થ્ય ખર્ચ અને ઈમરજન્સીમાં નાણાંની જરૂરિયાતો આ ફંડની મદદથી પૂર્ણ કરી શકો છો. જેના માટે તમારે ડેટ ફંડ, શોર્ટ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ અને બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરવાનું રહે છે. આ બકેટમાંથી જ તમે રોકાણ ગમે-ત્યારે ઉપાડી શકો છો. જેથી અન્ય બકેટમાં રોકાણ જળવાઈ રહે.

2. સેફ્ટી બકેટઃ 

રોકાણનો બીજો હિસ્સો સેફ્ટી બકેટ હેઠળ ફાળવો. જેમાં તમે પાંચ કે તેથી વધુ વર્ષ માટે રોકાણ કરી શકો છો. જેના માટે ફુગાવાનો સામનો કરતાં આકર્ષક રિટર્ન આપે તેવી રોકાણ સ્કીમ્સની પસંદગી કરવાની રહે છે. જેનો ઉદ્દેશ તમારી લિક્વિડિટી અને રિટર્ન વચ્ચે સંતુલન જાળવવાનો છે. જેમાં તમે ફિક્સ ડિપોઝિટ, હાઈબ્રિડ ફંડ્સ, મીડટર્મ ડેટ ફંડ, નાની બચત યોજનાઓ અપનાવી શકો છો.

3. વેલ્થ ક્રિએશન બકેટ

આ બકેટમાં રાકણ કરવાનો હેતુ મૂડી સર્જન કરવાનો છે. તમે 8 વર્ષથી વધુ ગાળા માટે રોકાણ કરી તમારૂ રિટાયરમેન્ટ સુરક્ષિત બનાવી શકો છો. જેમાં રોકાણ કરવા પર તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. જેના માટે તમે ઈક્વિટી, રિયલ એસ્ટેટ, સોના-ચાંદી, લોંગ ટર્મ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ સહિતના વિકલ્પો અપનાવી શકો છો.

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. જે રોકાણની સલાહ આપતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ જરૂર લો.)

  કરોડપતિ બનવું હોય તો અપનાવો આ રણનીતિ, અચાનક આવી જતાં ખર્ચાઓ પણ નહીં નડે 2 - image


Google NewsGoogle News