એલર્ટ! આ ડૉક્યુમેન્ટ જમા નહીં કરાવો તો પેન્શન મળવાનું બંધ થઇ જશે, જાણો કઈ ડેડલાઈન?
Pensioners Submit Life Cerificate: દેશભરના લાખો પેન્શનર્સ માટે મહત્ત્વના સમાચાર છે. 80 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના પેન્શનર્સ માટે એક સર્ટિફેકેટ જમા કરાવવું ફરજિયાત છે. જો સમયસર તેને જમા ન કરાવવામાં આવે તો પેન્શન બંધ થઈ શકે છે. પહેલી ઓક્ટોબરથી તમામ પેન્શનર્સને આ લાઇફ પેન્શનર્સ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે.
લાઇફ સર્ટિફિકેટ IT એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ છે, જેને આધાર કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવ્યા બાદ પેન્શન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાનું હોય છે. આ પેન્શનર્સના જીવિત હોવાનું પ્રમાણપત્ર છે, જેને આધારે જ આગળ પેન્શન મળવાનું શરૂ રહશે. સામાન્ય રીતે લાઇફ સર્ટિફિકેટ કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હોય છે, જ્યાં સુધી સરકાર તેને આગળ નથી વધારતી. જો પેન્શનર્સ 1 ઓક્ટોબર 2024ના દિવસે પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરે છે તો પણ તે આવતી 30 નવેમ્બર 2025 સુધી માન્ય રહેશે.
આ પણ વાંચોઃ ઈરાનમાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટશે તો ભાવમાં વીસ ડોલરના ઉછાળાની વકી
ઓનલાઈન કેવી રીતે બનાવવું સર્ટિફિકેટ?
- 5MPના ફ્રન્ટ કેમેરાવાળો સ્માર્ટફોન અને તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ.
- આધારમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પેન્શન ઓથોરિટી પાસે રજિસ્ટર્ડ હોવું જોઈએ.
- ઓનલાઈન લાઇફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડ નંબર અથવા VID ફરજિયાત છે.
- ગૂગલ પ્લે સ્ટોરથી 'આધારફેસઆરડી' અને 'જીવન પ્રમાણ ફેસ એપ' ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરો.
- ઓથેન્ટિકેશન કરવા ફેસ સ્કેન કરો પેન્શન સાથે જોડાયેલી ડિટેલ ભરો.
- ફ્રન્ટ કેમેરાથી પોતાનો ફોટો ક્લિક કરીને તેને સબમિટ કરો.
- મોબાઈલ નંબર પર લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોન કરીને લિંક સાથે SMS આવશે.
- લિંક ઓપન કરીને સર્ટિફિકેટ ડાઉનલોડ કરો અને સબમિટ કરો.
આ પણ વાંચોઃ આવતા સપ્તાહની બેઠકમાં RBI દ્વારા વ્યાજ દર યથાવત રખાવાની શકયતા વધુ
લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવીએ તો શું થાય?
જણાવી દઈએ કે, મહિના સુધી લાઇફ સર્ટિફિકેટ જમા ન કરો તો પેન્શન બંધ થઈ જશે. જોકે, જો જીવન પ્રમાણ પત્ર આવતા મહિનામાં જમા કરાવ્યું હોય તો પેન્શન ફરી મળવાનું શરૂ થઈ જશે અને ત્યાં સુધી લાઇફ સર્ટિફિકેટ જમા ન કરાવ્યું તો પેન્શન સંબંધિત અધિકારીની પરમિશન બાદ જ શરૂ કરવામાં આવશે.