Paytm Shares : પેટીએમના શેરો માટે ડેઈલી લિમિટ ઘટી, BSEએ ભારે ઘટાડા બાદ લેવાયો નિર્ણય

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
Paytm Shares : પેટીએમના શેરો માટે ડેઈલી લિમિટ ઘટી, BSEએ ભારે ઘટાડા બાદ લેવાયો નિર્ણય 1 - image


Paytm Shares : બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ પેટીએમના શેરોમાં થઈ રહેલા ભારે ઘટાડાને લઈને ડેલી લિમિટ ઘટાડી દેવાઈ છે. BSEએ પેટીએમના શેરો પર હવે નવી લિમિટ 10 ટકા કરી દેવાઈ છે. જે અત્યાર સુધી 20 ટકા હતી. પેટીએમ પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) પર આરબીઆઈની કડક કાર્યવાહી બાદ ગુરૂવાર અને શુક્રવારે પેટીએમના શેર લગભગ 40 ટકા નીચે આવી ચૂક્યા છે. BSEના આ નિર્ણયથી મુસ્કેલીમાં મુકાયેલી ફિનટેક કંપનીને મોટી રાહત મળશે.

બે ટ્રેડિંગ સેશનમાં પેટીએમના શેર લોઅર સર્કિટને હિટ કરી ગયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઑડિટ રિપોર્ટના આધાર પર કેટલાક નિયમોના ઉલ્લંઘનમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. બેંક પર કસ્ટમર્સના કેવાયસી નિયમોમાં ગડબડ કરવાનો આરોપ છે. આરબીઆઈએ કહ્યું હતું કે, તેનાથી મની લોન્ડ્રિંગ સહિત કેટલીક પ્રકારનો ખતરો ઉત્પન્ન થઈ રહ્યો હતો. સ્ટોક એક્સેન્જે શનિવારે કહ્યું કે, છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં પેટીએમના શેર લોઅર સર્કિટને હિટ કરી ગયા હતા. તેને લઈને હવે ફિનટેક કંપનીના શેરો પર ડેલી લિમિટને ઘટાડી દેવાઈ છે. હવે કંપનીના શેર માત્ર 10 ટકા ઉપર કે નીચે જઈ શકે છે.

બે દિવસમાં ડૂબ્યા હતા 45 હજાર કરોડ રૂપિયા

પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશન્સે ગુરુવારે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ પેટીએમ પેમેન્ટ્સ બેંક વગર અન્ય બેંકોની ભાગીદારી આગળ વધારાઈ. કંપનીના સીઈઓ વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે, તેઓ ડિજિટલ વોલેટ બિઝનેસને ચાલૂ રાખશે. તેના માટે કોઈ અન્ય બેંકનો સહયોગ લેવાશે. ગુરૂવાર અને શુક્રવારે કંપનીએ લગભગ 45 હજાર કરોડ રૂપિયા ડુબાડ્યા હતા. શુક્રવારે પેટીએમના શેર 487.2 રૂપિયા પર બંધ થયા. તેમણે પોતાના રેકોર્ડ ઘટાડા વાળા આંકડાને સ્પર્શી લીધો છે. કંપનીની માર્કેટ વેલ્યૂ 3.7 અરબ ડૉલર રહી ગઈ છે.


Google NewsGoogle News