Get The App

પેટીએમ યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, બે દિવસ પછી તમે આ સુવિધાઓનો ઉપયોગ નહીં કરી શકો

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ માટે 15 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી જે 15 માર્ચ બાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
પેટીએમ યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર, બે દિવસ પછી તમે આ સુવિધાઓનો ઉપયોગ નહીં કરી શકો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 13 માર્ચ 2024, બુધવાર

પેટીએમની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. આરબીઆઈના પ્રતિબંધ બાદ પેટીએમના પેમેન્ટ્સ બેંકની ડેડલાઈન હવે બે દિવસમાં સમાપ્ત થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકની સેવા માટે 15 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી જે 15 માર્ચ બાદ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આરબીઆઈના નિર્દેશો પ્રમાણે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 15 માર્ચ 2024 બાદ કોઈ પણ ટ્રાન્જેક્શન એક્સેપ્ટ કરવામાં નહીં આવશે. આ સ્થિતિમાં બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ પેટીએમ પેમેન્ટ બેંકમાં હાજર રકમ કોઈપણ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દે. 

પેટીએમ પેમેન્ટ પર પ્રતિબંધ બાદ ઘણાં લોકો મૂંઝવણમાં છે કે કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ સેવા બંધ થઈ જશે. જો કે કેટલીક સેવાઓ આ પછી પણ ચાલુ રહેશે. જેમ કે મની વિથડ્રોલ, રિફંડ અને કેશ બેક, UPI દ્વારા પૈસા ઉપાડવા, OTT પેમેન્ટ. ચાલો તમને વિગતવાર જણાવીએ કે કઈ સેવા કામ કરશે નહીં અને કઈ કામ કરશે.

આ સેવા બંધ થઈ જશે

- 15 માર્ચ બાદ યુઝર્સ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાંથી તેમના એકાઉન્ટ, ફાસ્ટેગ અથવા વૉલેટને ટોપ-અપ નહીં કરાવી શકશે. આ સેવા 15 માર્ચ બાદ બંધ થઈ જશે.

- 15 માર્ચ બાદ યુઝર્સ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર કોઈ પ્રકારની કોઈ પેમેન્ટ મેળવી નહીં શકશે.

- જો યુઝરને સેલેરી અથવા કોઈ બીજો મની બેનિફિટ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર મળી રહ્યો છે તો તેમને 15 માર્ચ બાદ આ લાભ નહીં મળશે.

- 15 માર્ચ બાદ પેટીએમ ફાસ્ટેગમાં રહેલા બેલેન્સને બીજા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાશે.

- UPI અથવા IMPS દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં કોઈ પણ પૈસા ટ્રાન્સફર નહીં થશે.

આ સેવા 15 માર્ચ બાદ પણ ચાલુ રહેશે

- Money Withdrawal: Paytm પેમેન્ટ્સ બેંક યુઝર્સ પોતાના એકાઉન્ટ અથવા વૉલેટમાંથી હાલની રકમ ઉપાડી શકશે.

- રિફંડ અને કેશબેક: પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાંથી વ્યાજ પ્રાપ્ત કરી શકીએ છીએ, તેના પાર્ટર બેંકથી રિફંડ, કેશબેક અને સ્વીપ-ઈન કરી શકે છે.

- જ્યાં સુધી બેલેન્સ રકમ ઉપલબ્ધ છે ત્યાં સુધી પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાંથી ઉપાડ અથવા ડેબિટ ઓર્ડર (જેમ કે NACH ઓર્ડર) કરી શકાય છે.

- મર્ચેન્ટ પેમેન્ટ: પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટનો ઉપયોગ મર્ચેન્ટ પેમેન્ટ કરવા માટે થાય છે.

- તમે 15 માર્ચ બાદ પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટ બંધ કરી શકો છો. યુઝર પાસે વૉલેટ બંધ કરીને બેલેન્સને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ હશે.

- 15 માર્ચ બાદ પણ ફાસ્ટેગ ઉપલબ્ધ રહેશે પરંતુ જ્યાં સુધી બેલેન્સ રહેશે ત્યાં સુધી. બેલેન્સ પૂરું થઈ ગયા બાદ યૂઝરને વધુ રકમ ઉમેરવાનો વિકલ્પ નહીં મળશે.

- યૂઝર પાસે UPI અથવા IMPSથી પોતાના પેટીએમ બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાનો વિકલ્પ પણ હશે.

- હાલના રહેલા બેલેન્સનો ઉપયોગ માસિક ઓટીટી ચૂકવણી કરીને કરી શકાય છે. જો કે, 15 માર્ચ બાદ તેને કોઈ અન્ય બેંક ખાતા દ્વારા કરવાનું રહેશે.

સેવાઓને કામ કરવા માટે યુઝર્સે સેલેરી ક્રેડિટ, ઈએમઆઈ પેમેન્ટ અને અન્ય ફાસ્ટેગને રિચાર્જની કરવાની સુવિધા માટે વધુ એક બેંક એકાઉન્ટ જોડવું પડશે અથવા પોતાના બેંક એકાઉન્ટને પેટીએમ પેમેન્ટ્સ બેંકમાંથી બીજા સપોર્ટેડ બેંક એકાઉન્ટમાં બદલવું પડશે.


Google NewsGoogle News