પેટીએમ પેમેન્ટ બેંકના MD અને CEO સુરિંદર ચાવલાએ આપ્યું રાજીનામું, કંપનીએ જણાવ્યું કારણ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
પેટીએમ પેમેન્ટ બેંકના MD અને CEO સુરિંદર ચાવલાએ આપ્યું રાજીનામું, કંપનીએ જણાવ્યું કારણ 1 - image


Resignation of MD and CEO of Paytm Payments Bank: મુશ્કેલીમાં આવેલી કંપની પેટીએમ પેમેન્ટ બેંકના એમડી અને સીઈઓ સુરિંદર ચાવલાએ રાજીનામું આપી દીધું છે. તેમણે એવા સમયે રાજીનામું આપ્યું છે, જ્યારે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ (PPBL) ભારતીય રિઝર્વ બેંકની કડક કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે.

કંપનીએ રાજીનામાનું કારણ પણ જણાવ્યું

પેટીએમ બ્રાન્ડનું સંચાલન કરનારી કંપની વન97 કમ્યુનિકેશન્સે મંગળવારે શેરબજારને આ રાજીનામાની માહિતી આપી. કંપનીએ કહ્યું કે, સુરિંદર ચાવલાએ વ્યક્તિગત કારણો અને સારા કરિયરની સંભાવનાઓને શોધવા માટે આઠમી એપ્રિલે રાજીનામું આપી દીધું. તેમને 26મી જૂને છૂટા કરી દેવાશે.'

વર્ષ 2023માં સુરિંદર ચાવલા પીપીબીએલમાં જોડાયા 

જાન્યુઆરી 2023માં સુરિંદર ચાવલા પીપીબીએલમાં જોડાયા હતા. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પીપીબીએલના નિયમનકારી ધોરણોના વારંવાર ઉલ્લંઘનને કારણે આરબીઆઈ તરફથી કડક કાર્યવાહી કરી હતી. આરબીઆઈએ 31મી જાન્યુઆરીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે પીપીબીએલ  29મી ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવે નહી. બાદમાં આ સમયમર્યાદા 15મી માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.

પેટીએમના શેરની સ્થિતિ

આરબીઆઈના પ્રતિબંધો પછી પેટીએમ બ્રાન્ડનું સંચાલન કરનારી કંપની વન97 કમ્યુનિકેશન્સના શેરમાં ભારે ઘટાડો થયો હતો. 2024માં અત્યાર સુધીમાં, તેમણે રોકાણકારોને 37 ટકા સુધીનું નેગેટિવ વળતર આપ્યું છે. જો કે, પેટીએમની યૂપીઆઈ સમસ્યા ઉકેલાઈ ગયા બાદ તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. તેમણે છેલ્લા એક મહિનામાં 4 ટકાથી વધુ વળતર આપ્યું છે.

પેટીએમ પેમેન્ટ બેંકના MD અને CEO સુરિંદર ચાવલાએ આપ્યું રાજીનામું, કંપનીએ જણાવ્યું કારણ 2 - image



Google NewsGoogle News