પેટીએમ પેમેન્ટ બેંકને ફટકારાયો તગડો દંડ, મની લોન્ડરિંગ મામલામાં કડક કાર્યવાહી

પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક એકમો અને નેટવર્ક ગેમ્બલિંગ જેવા ગેરકાયદે કામોમાં સામેલ હોવાનો ખુલાસો

વન97 કોમ્યુનિકેશન લિમિટેડે પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે પરસ્પરનો કરાર તોડી મોટો ઝટકો આપ્યો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
પેટીએમ પેમેન્ટ બેંકને ફટકારાયો તગડો દંડ, મની લોન્ડરિંગ મામલામાં કડક કાર્યવાહી 1 - image


Paytm Payments Bank Money Laundering Case : પેટીએમમાં ફરી મોટી ઉથલપાથલ સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. અગાઉ ભારતીય રિઝર્વ બેંકે કાર્યવાહી કર્યા બાદ પેટીએમને આજે બે મોટા ઝટકા મળ્યા છે. એક તરફ વન97 કોમ્યુનિકેશન લિમિટેડે (One97 Communication) પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે પરસ્પરનો કરાર તોડી નાખ્યો છે, તો બીજીતરફ કેન્દ્ર સરકારે તેને તગડો દંડ ફટકાર્યો છે. મળતા અહેવાલો મુજબ નાણા મંત્રાલયની ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પેટીએમને 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પેટીએમને દંડ કેમ ફટકારવામાં આવ્યો?

નાણાં મંત્રાલયે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ફટકારેલી પેનલ્ટી અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ ઑફ ઈન્ડિયાને માહિતી મળી હતી કે, પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક એકમો અને નેટવર્ક ગેમ્બલિંગ જેવા ગેરકાયદે કામો કરતી હતી અને તેમાંથી મળેલા નાણાં બેંક એકાઉન્ટથી પેટીએમ પેમેન્ટ્સ બેંકના આ એકમોમાં ટ્રાન્સફર કરી હતી. આ બાબત સામે આવ્યા બાદ પેનલ્ટી ફટકારવામાં આવી છે.’

વન97 કોમ્યુનિકેશને પણ પેટીએમને આપ્યો ઝટકો

ઉલ્લેખનિય છે કે, નાણા મંત્રાલયે પેટીએમને ઝટકો આપ્યા અગાઉ વન97 કોમ્યુનિકેશને પણ પેટીએમ પેમેન્ટ બેંકને ઝટકો આપી આજથી જ પરસ્પરનો કરાર રદ કરવાની જાહેરાત કરી હતી. કોમ્યુનિકેશને આજે BSEને માહિતી આપતા કહ્યું કે, ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નિર્ભરતા ઘટાડવાના મુદ્દાને ધ્યાને લઈ પેટીએમ પેમેન્ટ બેંક સાથે પરસ્પરનો કરાર રદ કરી દીધો છે. આ ઉપરાંત પીપીબીએલના સંચાલનને સ્વતંત્ર રાખવા શેરધારકોના કરારને સરળ બનાવવા તેના શેરહોલ્ડર્સ પણ સહમત થયા છે. ’ વન97 કોમ્યુનિકેશનની પેટીએમ પેટાકંપની હોવા ઉપરાંત સંચાલન પણ કરે છે.

પેટીએમ પાસે 15 માર્ચ સુધીનો સમય

આ અગાઉ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી તેની બેન્કિંગ સેવાઓ 29 ફેબ્રુઆરીથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ત્યારબાદ ડેડલાઈન વધારી 15 માર્ચ કરી દેવાઈ છે.


Google NewsGoogle News