Get The App

PAYTM મુદ્દે મૂંઝવણ દૂર કરવા RBIએ આપ્યા તમારા સવાલોના જવાબ, જાણો સંપૂર્ણ લિસ્ટ

RBIએ શુક્રવારે Paytm પેમેન્ટ બેંકના ગ્રાહકો અને સામાન્ય લોકોની સુવિધા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)ની યાદી બહાર પાડી છે

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
PAYTM મુદ્દે મૂંઝવણ દૂર કરવા RBIએ આપ્યા તમારા સવાલોના જવાબ, જાણો સંપૂર્ણ લિસ્ટ 1 - image


RBI Paytm FAQ: 31 જાન્યુઆરી 2024એ ભારતીય રિઝર્વ બેંકે મોટા એક્શન લેતા પેટીએમની બેકિંગ સેવાઓ બંધ કરવાના આદેશ જાહેર કર્યા હતા, આરબીઆઈએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયામક કાર્યવાહી કરાઈ છે, જેને લઈને પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ટોપઅપ જેવી સર્વિસ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકએ  પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક એકાઉન્ટ્સમાં લેવડદેવડ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે.

RBIએ લોકો માટે FAQ જારી કર્યા

Paytm વિરુદ્ધ કાર્યવાહી બાદ યુઝરના મનમાં જે ડર બેસી ગયો છે તેને દૂર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ સંબંધિત સામાન્ય લોકોના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે FAQ જારી કર્યા છે. આ ઉપરાંત, જે લોકો Paytm દ્વારા ફાસ્ટેગથી લઈને વીજળીના બિલ અને લોન EMI સુધી બધું ચૂકવે છે, તેમના પ્રશ્નોના જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. 

સેલેરી એકાઉન્ટ બાબતે

જો તમારો પગાર તમારા PPBL ખાતામાં જમા થાય છે, તો 15 માર્ચ પછી તમે તેને મેળવી શકશો નહીં. આરબીઆઈએ સૂચન કર્યું છે કે આવા લોકોએ 15 માર્ચથી તેમના સેલેરી એકાઉન્ટને કોઈ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું. 

લાઈટ કે OTT બિલ બાબતે

જો તમે પેમેન્ટ બેંક દ્વારા લાઈટ બિલ કે OTT બિલની  ચૂકવણી કરતા હોય તો આવા લોકો જ્યાં સુધી બેલેન્સ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. પરંતુ 15 માર્ચ પછી ક્રેડિટ અને ડિપોઝિટની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોન EMI ચૂકવણી બાબતે

લોન EMI ચૂકવણી બાબતે રિઝર્વ બેંકે  જણાવ્યું હતું કે ખાતામાં બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ઑટો-ડેબિટ આદેશનો અમલ ચાલુ રહેશે. જો કે, 15 માર્ચ પછી ખાતા બંધ કરી દેવામાં આવશે. પરંતુ Paytm પેમેન્ટ્સ બેંક સિવાયની કોઈપણ બેંકમાં નોંધાયેલ EMI ચાલુ રહી શકે છે.

ફાસ્ટેગ બાબતે

ગ્રાહકોની પેમેન્ટ બેંકમાં ઉપલબ્ધ બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ચૂકવવા માટે તેમના Paytm દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ, 2024 પછી વધુ ફંડ અથવા ટોપ-અપની મંજૂરી આપવામાં આવશે નહીં. ફાસ્ટેગમાં ક્રેડિટ બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, ગ્રાહકોએ તેમનો જૂનો Paytm ફાસ્ટેગ બંધ કરવો પડશે અને બેંક પાસેથી રિફંડ માટે અરજી કરવી પડશે.

PPBL ગ્રાહકો માટે

PPBL ગ્રાહકોની પાર્ટનર બેંકો સાથે જાળવવામાં આવેલી હાલની જમા બેલેન્સ મર્યાદા (વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 2 લાખ) ને ધ્યાનમાં રાખીને PPBL ખાતાઓમાં પછી લઇ શકાય છે, પરંતુ 15 માર્ચ, 2024 પછી, PPBL પાર્ટનર બેંકો દ્વારા કોઈ નવી રકમ સ્વીકારી શકાશે નહિ. 

RBIએ PPBL પર આ કડક પગલું લેતા પહેલા તેને માર્ચ 2022માં નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ બ્રાન્ડની પેરેન્ટ કંપની One97 Communications PPBLમાં 49 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ પેટીએમ તેને સહયોગી કહે છે અને પોતાની પેટાકંપની નહીં. 

પેમેન્ટ લેનારા દુકાનદારોને ચેતવણી

PPBL વોલેટ ધરાવતા ગ્રાહકો 15 માર્ચ પછી પણ જ્યાં સુધી વોલેટમાં ફંડ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. તેમજ રિઝર્વ બેંકે PPBL એકાઉન્ટ અથવા વૉલેટ સાથે જોડાયેલા પેટીએમ QR કોડ, પેટીએમ સાઉન્ડબોક્સ, પેટીએમ POS ટર્મિનલ દ્વારા પેમેન્ટ લેનારા દુકાનદારોને પણ ચેતવણી આપી છે કે તેઓ 15 માર્ચ પછી આ સેવાનો લાભ લઈ શકશે નહીં. જેથી તેમણે અન્ય વિકલ્પો શોધવા જોઈએ.

Paytm તરફથી શું નિવેદન આવ્યું?

દરમિયાન, Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'પેટીએમ QR, પેટીએમ સાઉન્ડબોક્સ અને EDC (કાર્ડ મશીન) 15 માર્ચ પછી પણ રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે... કોઈપણ અફવાઓ અથવા ગેરસમજમાં પડશો નહીં. તમને ડિજિટલ ઈન્ડિયાની હિમાયત કરતા કોઈ રોકી શકશે નહીં!'

PAYTM મુદ્દે મૂંઝવણ દૂર કરવા RBIએ આપ્યા તમારા સવાલોના જવાબ, જાણો સંપૂર્ણ લિસ્ટ 2 - image


Google NewsGoogle News