AI ખાઈ ગયું 1000 લોકોની નોકરી! Paytmમાં થઈ મોટાપાયે છટણી, જાણો સમગ્ર મામલો
One 97 Communications એ કામગીરીને શ્રેષ્ઠ બનાવવા અને સ્ટાફના ખર્ચમાં 15 ટકા ઘટાડો કરવા માટે છટણી કરવાનો નિર્ણય લીધો છે
Paytmના વિવિધ વિભાગોમાંથી 1,000 થી વધુ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે
Paytm Layoffs: Paytmની પેરન્ટ કંપની One97 Communications એ ઑપરેશન ઑપ્ટિમાઇઝ કરવા અને કર્મચારીઓના ખર્ચમાં 15 ટકા ઘટાડો કરવા માટે કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓએ તેમના સેંકડો કર્મચારીઓને બરતરફ કર્યા છે. અહેવાલો અનુસાર, Paytmના વિવિધ વિભાગોમાંથી 1,000 થી વધુ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં છટણીના ભાગરૂપે ચૂકવણી, ધિરાણ, સંચાલન અને વેચાણ જેવા વિભાગોને અસર થઈ છે. અહેવાલો અનુસાર, કંપનીના કુલ કર્મચારીઓના લગભગ દસ ટકા કર્મચારીઓ, છટણીનો ભોગ બન્યા છે.
AIના લીધે ગઈ આટલા લોકોની નોકરી
Paytmના પ્રવક્તા નોકરીમાં છટણી બાબતે અસંમત હોવા છતાં, તેમણે પુષ્ટિ કરી કે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં કર્મચારીઓના ખર્ચમાં 10-15 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે. આથી કર્મચારીઓનો ખર્ચ ઓછો કરવા માટે Paytm દ્વારા AI નો ઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી છે.