paytm એ શોધ્યો નવો પાર્ટનર, યુઝર્સને રાહત, દેશની સૌથી મોટી બેન્કને મળશે કરોડો નવા ગ્રાહક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ Paytm પાર્ટનર બેંકની શોધમાં હતી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
paytm એ શોધ્યો નવો પાર્ટનર, યુઝર્સને રાહત, દેશની સૌથી મોટી બેન્કને મળશે કરોડો નવા ગ્રાહક 1 - image


Paytm UPI Business : સંકટમાં ફસાયેલી ફિનટેક કંપની Paytm એ આખરે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેના નવા પાર્ટનરને શોધી કાઢ્યો છે. Paytm ની મૂળ કંપની One97 Communications એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે હાથ મિલાવ્યા છે. 

આરબીઆઈએ મૂક્યો હતો પ્રતિબંધ

અત્યાર સુધી, Paytm નો UPI બિઝનેસ તેની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક પર નિર્ભર હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેમેન્ટ બેંક પર બિઝનેસ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ Paytm પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે Paytm SBI સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (TPAP) બની શકશે.

OCL એ એક્સિસ બેંકને નોડલ એકાઉન્ટ સોંપ્યું

અહેવાલ અનુસાર, અગાઉ Paytm એ TPAP ભાગીદારી માટે એક્સિસ બેંક, યસ બેંક અને HDFC બેંક સાથે હાથ મિલાવ્યા હતા. એક દિવસ પહેલા જાહેર કરાયેલા અહેવાલમાં, આ જ બેંકો Paytm સાથે જોડાણ કરવામાં સૌથી આગળ હોવાનું કહેવાતું હતું. ગત મહિને વન 97 કોમ્યુનિકેશન્સ (ઓસીએલ) એ તેનું નોડલ અથવા એસ્ક્રો એકાઉન્ટ એક્સિસ બેંકને સોંપ્યું હતું. કંપનીએ BSEને પણ આ માહિતી આપી હતી. તેની મદદથી, Paytm દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારનારા વેપારીઓ 15 માર્ચની અંતિમ તારીખ પછી પણ કામ કરી શકશે.

પેટીએમને 15 માર્ચ સુધીમાં લાઇસન્સ મળી જશે

એવી અપેક્ષા છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) પણ 15 માર્ચ સુધીમાં Paytmને TPAP લાઇસન્સ આપશે. આ લાઇસન્સ મળ્યા બાદ ગ્રાહકો સરળતાથી Paytm UPI નો ઉપયોગ કરી શકશે. Paytm પેમેન્ટ્સ બેંકે 15 માર્ચ પછી તેની કામગીરી બંધ કરવી પડશે. 



Google NewsGoogle News