Get The App

બાબા રામદેવની પતંજલિની આ પ્રોડક્ટ ક્વૉલિટી ટેસ્ટમાં ફેલ, આસિસ્ટન્ટ મેનેજર સહિત 3ને જેલ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
બાબા રામદેવની પતંજલિની આ પ્રોડક્ટ ક્વૉલિટી ટેસ્ટમાં ફેલ, આસિસ્ટન્ટ મેનેજર સહિત 3ને જેલ 1 - image


Patnajali News | સુપ્રીમ કોર્ટની લપડાક બાદ બાબા રામદેવની કંપની પતંજલિની મુસીબતોમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ઉત્તરાખંડના પિથોરાગઢના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે  પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સહિત ત્રણ લોકોને સોન પાપડી ટેસ્ટમાં ફેલ થવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. ત્રણેયને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ક્યારનો છે મામલો? 

17 ઓક્ટોબર, 2019 ના રોજ, ખાદ્ય સુરક્ષા નિરીક્ષકે પિથોરાગઢના બેરીનાગના મુખ્ય બજારમાં લીલા ધાર પાઠકની દુકાનની મુલાકાત લીધી હતી, જ્યાં પતંજલિ નવરત્ન ઈલાઈચી સોન પાપડી વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને રામનગર કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર તેમજ પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ આપવામાં આવી હતી.

લેબોરેટરી તપાસમાં નમૂના ફેલ ગયા 

ત્યારપછી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રૂદ્રપુરમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2020 માં, રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગને પ્રયોગશાળામાંથી એક અહેવાલ મળ્યો જેમાં આ સોનપાપડી હકલી ગુણવત્તાવાળી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ પછી બિઝનેસમેન લીલા ધર પાઠક, ડિસ્ટ્રીબ્યુટર અજય જોશી અને પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર અભિષેક કુમાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે દંડ પણ ફટકાર્યો 

સુનાવણી પછી, કોર્ટે ત્રણેયને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની કલમ 59 હેઠળ અનુક્રમે 5,000, 10,000 અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.  ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે,  કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા સ્પષ્ટપણે ઉત્પાદનની નબળી ગુણવત્તા દર્શાવે છે.


Google NewsGoogle News