Get The App

તમારી એક ભૂલને કારણે સરકારને થઈ 2125 કરોડ રૂપિયાની આવક! લોકસભામાં જ આપી માહિતી

ડેડલાઈન વીતી ગયા બાદ 2.12 કરોડ લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરાવ્યાં

એક અંદાજ મુજબ દેશમાં લગભગ 70 કરોડ પાનકાર્ડ ધારકો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
તમારી એક ભૂલને કારણે સરકારને થઈ 2125 કરોડ રૂપિયાની આવક! લોકસભામાં જ આપી માહિતી 1 - image


PAN-Aadhaar Link Process | કેન્દ્ર સરકારે પાન અને આધાર (PAN-Aadhaar) ને પરસ્પર લિંક કરવા માટે છેલ્લી ડેડલાઈન 30 જૂન 2023 નક્કી કરી હતી. જેના પછી 1000 રૂપિયા દંડ ચૂકવીને લોકોને પાન-આધાર લિંક કરાવવા કહેવાયું હતું. ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી. 

જરૂરી સરકારી કામ પણ રઝળી પડ્યાં!  

આ દંડની રકમ લોકો ચૂકવીને પણ હવે પાન-આધારને લિંક (PAN Aadhaar Link) ને લિંક કરાવી રહ્યા છે. આ ખૂબ જ જરૂરી પણ છે નહીંતર મોટાભાગના લોકોના સરકારી કામકાજ રઝળી પડ્યા છે. લોકો બેન્કોમાં મોટી રકમના વ્યવહારો પણ કરી શકી રહ્યા નથી. સરકારી યોજનાઓ (Government Schemes) પણ લાભ નથી મળી રહ્યો. આ તમામ કામ માટે આધાર-પાન લિંક હોવા જરૂરી છે. 

લોકસભામાં સરકારે આપી ચોંકાવનારી માહિતી 

સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું કે સરકારે 1 જુલાઈ 2023ના રોજ પેનલ્ટી સાથે પાન-આધાર લિંક કરીને આશરે 2,125 કરોડ રૂપિયાની વસૂલી કરી. આ દરમિયાન 2.12 કરોડ લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક (PAN-Aadhaar Link Process) કરાવ્યાં હતાં. 

પાનકાર્ડ ડિએક્ટિવેટ કરાયા? 

સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં એવો સવાલ કરાયો હતો કે શું જે લોકોએ પાન-આધાર લિન્ક નહોતા કરાવ્યાં શું તેમના PAN Card ડિએક્ટિવેટ થઈ રહ્યા છે. તેના પર નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 30 જૂન સુધી 54,67,74,649 પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવાયા છે. કોઈ પાનકાર્ડ ડિએક્ટિવેટ નથી કરાયા. જે પાન આધાર સાથે લિન્ક નહોતા તેને ફક્ત ઈનઓપરેટિવ કરાયા હતા. 

ટેક્સ રિફંડ નહીં મળે

જો PAN-Aadhaar લિંક નહીં કરાવ્યું હોય તો શું પગલાં લેવાશે તેની માહિતી આપતાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે જો આધારને PAN સાથે લિંક કરવામાં નહીં આવે તો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો PAN નિષ્ક્રિય રહ્યું હશે તો વ્યાજ પણ ચૂકવવામાં નહીં આવે.

દેશમાં પાનકાર્ડ ધારકો કેટલાં? 

જો તમે ટેક્સ ચૂકવો છો અને તમારું PAN-આધાર (PAN-Aadhaar Link) લિંક નથી તો સરકાર વધુ ટેક્સ વસૂલી શકે છે. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે એક અંદાજ મુજબ દેશમાં લગભગ 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 60 કરોડ પાનકાર્ડ ધારકોએ આધારને PAN સાથે લિંક કર્યું છે. તેમાં પણ 2.12 કરોડ લોકોએ દંડ ચૂકવીને પાન-આધારકાર્ડ લિંક કરાવ્યા હતા.

તમારી એક ભૂલને કારણે સરકારને થઈ 2125 કરોડ રૂપિયાની આવક! લોકસભામાં જ આપી માહિતી 2 - image


Google NewsGoogle News