સંપૂર્ણ PF ફંડને પેન્શનમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ મળવાની શક્યતા, બજેટમાં કેન્દ્રથી મોટી આશા
Image: Freepik
Employees Provident Fund Organisation: કેન્દ્ર સરકાર સેવાનિવૃત્ત બાદ વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ વ્યાપક લાભ આપવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જેના હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે જોડાયેલા કર્મચારીઓને પોતાના પીએફ ફંડને પેન્શનમાં બદલવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. તેનાથી રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓને વધુ પેન્શન મળી શકશે. શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં પણ સરકાર સામાજિક સુરક્ષાને લઈને જાહેરાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના આદેશ પર શ્રમ અને રોજગાર મંત્રાલય પહેલેથી સામાજિક સુરક્ષા યોજનાનો વિસ્તાર વધારવાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. નવા વિકલ્પો હેઠળ શ્રમિકોને ઘણા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ઈપીએફઓ સાથે જોડાયેલા શ્રમિક પીએફ ફંડમાં જમા રકમને રિટાયરમેન્ટના સમયે પેન્શન તરીકે બદલી શકશે. આનો અર્થ એ છે કે સેવા નિવૃત્તિના સમયે કોઈ કર્મચારીને લાગે છે કે તેને વૃદ્ધા વસ્થામાં પેન્શન વધુ જોઈશે તો તે ફંડમાં જમા રકમને પેન્શન ફંડમાં નાખી શકે છે. તેનાથી પેન્શન તરીકે મળનાર રકમ વધી જશે.
આ સુવિધાઓ પણ મળી શકે છે
1. રિટાયરમેન્ટ બાદ પણ પીએફ ફંડ પર વ્યાજ મળશે
આ રીતે જો કોઈ કર્મચારીને રિટાયરમેન્ટના સમયે લાગે છે કે તેની પાસે આવકના અન્ય વિકલ્પ છે અને તેને 58 વર્ષની ઉંમરમાં સેવાનિવૃત્ત થવા પર પેન્શન જોઈતું નથી પરંતુ તે પેન્શનને 60-65 કે અન્ય કોઈ ઉંમરથી શરૂ કરવા ઈચ્છે છે તો આ વિકલ્પ પણ આપવામાં આવશે. દરમિયાન પેન્શન ફંડમાં જમા રકમ પર વાર્ષિક વ્યાજ જોડાતું રહેશે અને જે ઉંમરથી શરૂ કરવા ઈચ્છશે, તેનાથી તે હિસાબથી પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
2. પીએફ ખાતામાં ઊચ્ચક રકમ જમા કરાવવાની વ્યવસ્થા
મંત્રાલય ઈચ્છે છે કે ઈપીએફઓ સભ્યોને નિયમિત નક્કી માસિક રકમ ઉપરાંત ઊચ્ચક રકમ પોતાના ખાતામાં મૂકવાની પરવાનગી આપવામાં આવે. આ વિકલ્પ પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે ઘણા સ્તરે સહમતિ બનતી નજર આવી રહી છે. જો આવી સુવિધા આપવામાં આવે તો તેનાથી પીએફ ખાતામાં વધુ રકમ જમા થઈ શકશે. તેનાથી સામાજિક સુરક્ષા હેઠળ કર્મચારીઓને વધુ ફંડ પોતાના ખાતામાં મૂકવા અને સેવા નિવૃત્ત થવા પર વધુ પેન્શન મળી શકશે.
આ પણ વાંચો: EPFO ખાતાધારક માટે જરૂરી સમાચાર, 15 જાન્યુઆરી સુધી ઉતાવળે પતાવી લેજો આ કામ!
3. વધુ યોગદાન પર ટેક્સની છુટ પર વિચાર
મંત્રાલયનું માનવું છે કે ઘણા લોકો એવા હોય છે, જેમની પાસે બચત હોય છે પરંતુ બેન્કોમાં એફડી એટલા માટે નથી કરાવતાં કેમ કે તેમને વાર્ષિક વ્યાજ સાત ટકા કે તેનાથી ઓછું મળે છે. જ્યારે પીએફ ખાતામાં જમા રકમ પર સવા આઠ ટકાથી વધુનું વ્યાજ મળે છે.
દરમિયાન ઊચ્ચક રકમની સુવિધા આપવામાં આવે છે તો તેનાથી લોકો ભવિષ્યની સુરક્ષા માટે ઈપીએફ ખાતામાં રૂપિયા નાખવાનું શરૂ કરશે. આ સંબંધમાં નાણાકીય મંત્રાલય સાથે પણ ચર્ચા કરવામાં આવી છે કે તે આવા યોગદાન પર ટેક્સ છુટનો પણ લાભ આપે. જેનાથી લોકો યોગદાન પર રૂપિયા નાખવા પ્રત્યે પ્રોત્સાહિત થઈ શકે.
4. આઈટી સિસ્ટમનો વિસ્તાર વધારવા પર વિચાર
વર્તમાન સમયમાં ઈપીએફઓની સિસ્ટમને બેન્કિંગની જેમ બનાવવા પર કામ ચાલી રહ્યું છે. આઈટી સિસ્ટમ 3.0ના જૂનમાં પૂરી થવાની શક્યતા છે. જેનાથી લોકોને બેન્કિંગ જેવી સુવિધા મળવા લાગશે. આ સાથે જ સરકાર સામાજિક સુરક્ષા હેઠળ લાભોને વધાર સાથે જોડાયેલા વિકલ્પો પર પણ કામ કરી રહી છે. જેની જાહેરાત બજેટ કે પછી તે બાદ પણ કરવામાં આવી શકે છે. આને લઈને ઈપીએફઓ, શ્રમ અને રોજગાર મંત્રાલયની વચ્ચે નિયમિત ચર્ચા ચાલુ છે.