ઈલોન મસ્કની કંપનીમાં કામ કરવાની તક! દર કલાકે મળશે 5000 રૂપિયા, ઓફિસે નહીં જવું પડે
Image: Facebook
Job in Elon Musks Company: ઈલોન મસ્કને એઆઈ ટ્યૂટર્સની શોધ છે. આ જોબ ઓપનિંગ મસ્કની એઆઈ કંપની xAI માટે છે. એક રિપોર્ટ અનુસાર આ કામ માટે કંપની દર કલાકે 5 હજાર રૂપિયા આપવા માટે તૈયાર છે. આ કામ સાંભળવામાં તમને ખૂબ ટેક્નિકલ લાગી શકે છે, પરંતુ હકીકતમાં આ એટલું ટેક્નિકલ નથી. એઆઈ ટ્યૂટર તરીકે તમારે બસ એ જોવાનું છે કે xAI ની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ આપવામાં આવેલા ડેટા અને ફીડબેકને યોગ્ય રીતે સમજી અને શીખી રહ્યું છે કે નહીં. કુલ મળીને કહેવામાં આવે તો આ કામ xAI ના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવાનું છે.
ટેક્નિકલ ટીમની સાથે કામ કરવું પડશે
xAI નું મિશન એક એવું એઆઈ બનાવવાનું છે, જે સમગ્ર દુનિયાની વસ્તુઓને સમજી શકે. ટ્યૂટર તરીકે તમારુંકામ આ એઆઈને લેબલ્ડ અને ક્લિયર ડેટા ઉપલબ્ધ કરાવવાનું હશે જેથી તે તેનાથી સરળતાથી શીખી શકે. આ ડેટાથી એઆઈ સિસ્ટમ ભાષા સમજવામાં વધુ શ્રેષ્ઠ થઈ જશે. તેનાથી યુઝર આને ચેટબોટ અને એઆઈ રાઈટિંગ આસિસ્ટન્ટ તરીકે પણ યુઝ કરી શકશે. એઆઈ ટ્યૂટરને કંપનીની ટેક્નિકલ ટીમની સાથે કામ કરવું પડશે અને એઆઈની જરૂર પ્રમાણે ડેટાને મેનેજ કરવું પડશે. એઆઈ ટ્યૂટરને આ કાર્ય કન્ફર્મ કરવું પડશે કે એઆઈ સિસ્ટમને આપવામાં આવેલા ડેટાની ક્વોલિટી ટોપ લેવલની હોય.
આ પણ વાંચો: સ્પેક્ટ્રમની હરાજી મુદ્દે ઈલોન મસ્ક અને અંબાણી વચ્ચે ખેંચતાણ થતાં સરકારે લીધો મોટો નિર્ણય
જોબ માટે કોણ ફિટ છે?
xAI ને એઆઈ ટ્યૂટર માટે એવા લોકોની શોધ છે, જે અંગ્રેજી લખવા અને વાંચવામાં સારા હોય. આ માટે ટેક એક્સપર્ટ હોવું જરૂરી નથી. જોકે, જો તમે લખવા સાથે કે પત્રકારત્વ સાથે જોડાયેલું કામ કર્યું હોય તો આ તમારા માટે એક પ્લસ પોઈન્ટ હશે. આ સિવાય જો તમારી રિસર્ચ સ્કિલ પણ સારી છે, તો xAI માં નીકળેલી વેકેન્સી તમારા માટે આ એક સોનેરી તક હોઈ શકે છે.
બે અઠવાડિયાની ટ્રેનિંગ
આ એક રિમોટ એટલે કે વર્ક ફ્રોમ હોમ જોબ છે. સેલેક્શન થવા પર તમને બે અઠવાડિયાની ટ્રેનિંગ આપવામાં આવશે. તે બાદ તમારે સવારે 9 વાગ્યાથી સાંજે 05.30 વાગ્યા સુધી કામ કરવું પડશે. સારી વાત એ છે કે ટ્રેનિંગ પૂરી થયા બાદ તમે પોતાના ટાઈમ ઝોનના હિસાબે કામ કરવાનો સમય પસંદ કરી શકો છો. આ કામ માટે તમારે દર કલાકે 35 ડોલરથી 65 ડોલર (લગભગ 2900 રૂપિયાથી 5,400 રૂપિયા સુધી) મળશે. આ સિવાય કંપની એઆઈ ટ્યૂટર્સને મેડીકલ, ડેન્ટલ અને વિઝન ઈન્શ્યોરન્સ પણ આપશે.