સરકારની આ યોજના હેઠળ સસ્તું સોનુ ખરીદવાની તક, ડિસેમ્બર અને ફેબ્રુઆરીના આ દિવસે રહેજો તૈયાર
SGB 2023-24ની ત્રીજા અને ચોથા હપ્તા માટે ડિસેમ્બર અને ફેબ્રુઆરીની જાહેરાત
આ યોજનામાં એક રોકાણકાર એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનુ ખરીદી શકે છે
Image Envato |
તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
Sovereign Gold Bond Scheme 2023-24: સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનુ ખરીદવા માટે આગામી ડિસેમ્બર અને ફેબ્રુઆરી માટે જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ વિશે આજે તમને વિગતે જાણકારી આપીએ.
SGB 2023-24ની ત્રીજા અને ચોથા હપ્તા માટે ડિસેમ્બર અને ફેબ્રુઆરીની જાહેરાત
જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો સરકારની એક શાનદાર ઓફરનો લાભ લઈ શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) હેઠળ સોનુ ખરીદવા માટે આગામી ડિસેમ્બર અને ફેબ્રુઆરી માટેની તારીખ જાહેર કરી છે. આ મામલે નાણા મંત્રાલયે એક નોટીફિકેશન જાહેર કર્યુ છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની ત્રીજા અને ચોથા હપ્તા માટે ડિસેમ્બર અને ફેબ્રુઆરીની જાહેરાત કરવામાં આવી છે, જેમા ત્રીજા હપ્તા માટે તમે 18 ડિસેમ્બરનાં રોજ રોકાણ કરી શકશો. તેમજ ચોથા હપ્તા માટે 12 ફેબ્રુઆરી 2024ની વચ્ચે ખોલવામાં આવશે.
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની કેટલીક મહત્વની વાતો..
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ જો તમે ઓનલાઈન દ્વારા રોકાણ કરો છો, તો તમારે કોઈ તેની ઈસ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રુપિયાની છુટ આપવામાં આવે છે. આ બોન્ડ સ્કીમ હેઠળ તમે કુલ આઠ વર્ષ માટે રોકાણ કરી શકો છો, પરંતુ તેમા પાંચ વર્ષ પછી જ પરત લેવાનો વિકલ્પ છે. સરકારે પહેલીવાર આ સ્કીમને નવેમ્બર 2015માં શરુ કરી હતી. SGBમાં રોકાણ કરવા માટે દર વર્ષે તમને 2.50 ટકાનું વ્યાજનો લાભ પણ મળે છે. આ વ્યાજ દર છમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે.
એક રોકાણકાર એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનુ ખરીદી શકે છે
આ યોજના હેઠળ તમે માત્ર એક ગ્રામ સોના ખરીદી શકે છે. જો કે કોઈ રોકાણકાર એક ફાઈનેંશિયલ વર્ષમાં સોવરેન ગોલ્ડ બોન્ડ મુજબ વધુમાં વધુ 4 કિલો સોનુ ખરીદી શકે છે. અને અવિભાજ્ય હિન્દુ પરિવારો અને ટ્રસ્ટો માટે તેની લિમિટ 20 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.